Gujarati News

Gujarati News

News of Wednesday, 8th March 2023

કરીના કપૂર ખાન 13 વર્ષની હતી ત્યારે જે છોકરાના પ્રેમમાં પડી હતી તે આગળ છતાં એક્ટર બન્યો: કરીના કપૂરે પોતાના અંગત જીવન વિશે ખુલાસો કર્યો ત્યારે આ અંગે જાણ થઈ: આની પહેલા લોકો કરીનાના પહેલા પ્રેમ વિશે જાણતા ન હતા

કરીના કપૂરનો પહેલો પ્રેમ પહલાજ નિહલાનીનો પુત્ર વિકી નિહલાની હતો, કરીના વિકીના પ્રેમમાં પાગલ હતી

મુંબઈઃ કરીના કપૂરને પહેલો પ્રેમ 13 વર્ષની ઉંમરે થયો હતો, નામ જાણીને તમને આશ્ચર્ય થશે. જ્યારે કરીના કપૂર ખાન 13 વર્ષની હતી ત્યારે જે છોકરાના પ્રેમમાં પડી હતી તે આગળ છતાં એક્ટર બન્યો. તે છોકરો એક જાણીતા ફિલ્મ નિર્માતાનો પુત્ર પણ છે. કરીના કપૂર અને શાહિદ કપૂરના સંબંધો વિશે બધાને ખબર છે. બંનેની લવ સ્ટોરી વિશે ભાગ્યે કોઈ ખબર હોય તેવું હશે. પણ બહુ ઓછા લોકોને ખબર છે કે કરીના કપૂર એક જાણીતા ફિલ્મ પ્રોડ્યુસરના એક્ટર પુત્રના પ્રેમમાં પાગલ હતી. 

કરીના કપૂર ખાન તેની પર્સનલ લાઈફ અને પોફેશનલ લાઈફને લઈને ચર્ચામાં રહેતી હોય છે. કરીના કપૂરે અભિનેતા સૈફ અલી ખાન સાથે લગ્ન કર્યા છે. એક સમય એવુ માનવામાં આવતુ હતું કે શાહિદ કપૂર સાથે લગ્ન કરશે. પણ તે થઈ શક્યું નહીં. પરંતુ કરીના-શાહિદના પ્રેમપ્રકરણની ઘણી ચર્ચાઓ થઈ હતી. ઘણા લોકો શાહિદને કરીનાને પહેલો પ્રેમ પણ માને છે.  જો તમે પણ આવું વિચારી રહ્યા છો તો તમે ખોટા છો.

જ્યારે કરીના કપૂર ખાન 13 વર્ષની હતી ત્યારે જે છોકરાના પ્રેમમાં પડી હતી તે આગળ છતાં એક્ટર બન્યો. તે છોકરો એક જાણીતા ફિલ્મ નિર્માતાનો પુત્ર પણ છે. કરીના કપૂરે પોતાના અંગત જીવન વિશે ખુલાસો કર્યો ત્યારે અંગે જાણ થઈ. આની પહેલા લોકો કરીનાના પહેલા પ્રેમ વિશે જાણતા હતા.

કરીના કપૂરનો પહેલો પ્રેમ પહલાજ નિહલાનીનો પુત્ર વિકી નિહલાની હતો. કરીના વિકીના પ્રેમમાં પાગલ હતી. વિકી વર્ષ 1990માં રિલીઝ થયેલી ફિલ્મ 'આજ કે શહેનશાહ'માં લીડ રોલ એક્ટર તરીકે જોવા મળ્યો હતો. વિકી પ્રખ્યાત ટીવી અને ફિલ્મ નિર્માતા પહલાજ નિહલાનીનો પુત્ર છે. પહલાજ સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશનના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. કરીનાએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે વિકી નિહલાની અને હું સોલમેટ જેવા હતા. તે હંમેશા મારી પડખે ઉભો રહ્યો . તે મારો પહેલો પ્રેમ છે. જ્યારે હું 13 વર્ષનો હતો ત્યારે હું તેની સાથે પ્રેમમાં પડ્યો હતો. ત્યાં સુધી ભવિષ્ય માટે કોઈ પ્લાનિંગ નહોતું, લગ્ન જેવી બાબતો વિશે વિચારવું બહુ વહેલું થઈ જતું. એવું પણ ચર્ચાતું હતુકે, જ્યારે એમના ઘરમાં કોઈના હોય ત્યારે બન્ને મિત્રો ત્યારે એકબીજાની સાથે વધારે સમય વિતાવતા હતાં...અને એના કારણે બન્ને વચ્ચે ખુબ સારું બોન્ડિંગ થયું હતું...

નાની વયનો પ્રેમ આગળ વધે તે પહેલા બંને  પોતપોતાની કારકિર્દીના કારણે અલગ થઈ ગયા. બંને તેમના કામના કારણે વ્યસ્ત હોવાથી લવ સ્ટોરી વધારે આગળ થઈ શકી.વિકી નિહલાનીએ  ઈટાલિયન યુવતી જસ્ટિન રુમ્યુને સાથે લગ્ન કર્યા. તો કરીના સૈફ અલી ખાન સાથે લગ્ન કર્યા. કરીના અને સૈફ બે બાળકો તૈમુર અલી ખાન અને જહાંગીર અલી ખાનના માતા-પિતા છે. કરીનાના બાળકો પણ ખૂબ ચર્ચામાં છે.કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાન બોલિવૂડના લોકપ્રિય કપલમાંથી  એક છે. અને કરીના કપૂર ખાન  ઇન્ડસ્ટ્રીની ટોચની અભિનેત્રીઓમાંની એક છે.

 

(11:10 am IST)