Gujarati News

Gujarati News

News of Wednesday, 8th March 2023

ગુજરાતના બે દિવસીય પ્રવાસે આવ્યા ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલ્બેનીઝ: અમદાવાદ વિમાની મથકે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે કર્યું ઉષ્માભર્યું સ્વાગત

અમદાવાદ : ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલ્બેનીઝ ગુજરાતની બે દિવસીય મુલાકાતે આવી પહોંચતા અમદાવાદ વિમાની મથકે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તેમનું ઉષ્માસભર સ્વાગત કર્યું હતું.

અમદાવાદ વિમાની મથકે પારંપારિક નૃત્ય દ્વારા ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝનું અભિવાદન કરાયું હતું.
આ પ્રસંગે રાજ્યના પ્રોટોકોલ મંત્રી જગદીશ વિશ્વકર્મા, મેયર કિરીટભાઈ પરમાર, રાજ્યના મુખ્ય સચિવ રાજ કુમાર, રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય, પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ, કલેકટર ધવલ પટેલ સહિત વરિષ્ઠ સચિવો અને અધિકારીઓએ પણ ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાનનું અભિવાદન કરી તેમને આવકાર્યા હતા

 

(6:29 pm IST)