Gujarati News

Gujarati News

News of Thursday, 8th April 2021

કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લેનારી અભિનેત્રી નગ્મા ફરી કોરોના પોઝિટિવ

કોરોના લક્ષણ જણાતા કોરોના ટેસ્ટિંગ કરવતા ફરી કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો

મુંબઈ : કોરોનાની ઝપેટમા બોલીવુડના ઘણા સિતારા આવી ચૂક્યા છે. આ લીસ્ટમાં અભિનેત્રીથી નેતા બની ચુકેલી નગ્મા પણ આવી ચૂકી છે. અભિનેત્રી નગ્માનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. થોડા દિવસ પહેલા અભિનેત્રી નગ્માએ કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો. કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યોની માહિતી નગ્માએ ટ્વિટ કરી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે થોડા દિવસ પહેલા મેં કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો. પરંતુ મને કોરોના લક્ષણ જણાતા મેં ફરી કોરોના ટેસ્ટિંગ કરવતા ફરી કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

અભિનેત્રી નગ્માનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો તેની માહિતી તેમણે ટ્વિટ કરી આપતા અન્ય સેલેબ્સે નગ્મા માટે પ્રાર્થના કરી હતી. જેમાં સોની રાજદાને જણાવ્યું હતું કે કૃપયા અપના ખ્યાલ રખે ઔર એક બાર ફીર ટેસ્ટ કરવા લેના તેમ જણાવ્યું હતું. અભિનેત્રી અંજુ મહેદ્રએ જણાવ્યું હતું કે ' નગ્મા બેબી અપના ખ્યાલ રખના તેમ જણાવ્યું હતું.

(12:50 pm IST)