Gujarati News

Gujarati News

News of Saturday, 8th May 2021

કોરોનાના દર્દીએ હાર્ટઅટેકનો ખતરો ટાળવા માટે કઇ દવા સાથે રાખવી જોઇએ

જો કોઇ કોરોનાના દર્દીને અચાનક હાર્ટ અટેક જેવી સ્થિતીનો સામનો કરવો પડે તો શું કરવું જોઇએ : જેમની ઉંમર ૩૦ વર્ષ કરતા વધુ છે અને તેઓ કોરોનાના દર્દી છે : ડોકટર કેકે અગ્રવાલે ટ્વિટર અકાઉન્ટ પર એક વિડીયો શેર કર્યો : જાણો હાર્ટ અટેકનો સૌથી વધુ ખતરો કોને રહેલો છે?

નવી દિલ્હી,તા. ૮: કોરોના વાયરસની આ બીજી લહેર વધારે સંક્રામક સાબિત થઈ રહી છે. ત્યારે દેશના ઘણાં મોટા ડોકટર્સ સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને કોવિડની સારવાર પ્રત્યે જાગૃત કરી રહ્યા છે.

હાલમાં જ ડોકટર કેકે અગ્રવાલે પોતાના ઓફિશિયલ ટ્વિટર અકાઉન્ટ પર એક વિડીયો શેર કર્યો છે જેમાં તેમણે એવી જાણકારી આપી છે કે જો કોઈ કોરોનાના દર્દીને અચાનક હાર્ટ અટેક જેવી સ્થિતિનો સામનો કરવો પડે તો શું કરવું જોઈએ?

ડોકટર કેકે અગ્રવાલ જણાવે છે કે જો તમને કયારેક છાતીની વચ્ચે બળતરા અથવા ગભરામણ અનુભવાઈ રહ્યા છે, દબાણ અનુભવાઈ રહ્યું છે, તમને દુૅંખાવો થઈ રહ્યો છે, એસિડિટી લાગી રહી છે, શ્વાસ ફૂલી રહ્યો છે, પરસેવો અથવા શ્વાસ ફૂલવા જેવા લક્ષણો જોવા મળી રહ્યા છે તો તરત water soluble aspirin ૩૦૦ મિલીની ગોળી ચાવી જાઓ.

આ ડોકટરે વધુમાં જણાવ્યું કે યુવાનો કે જેમની ઉંમર ૩૦ વર્ષ કરતા વધુ છે અને તેઓ કોરોનાના દર્દી છે અને જો તેઓને અચાનક છાતીમાં ગભરામણ થવા લાગે, દબાણ આવે, ભાર લાગે તો તરત aspirinના ગોળી ચાવી જાઓ. આ સિવાય જો તમારી પાસે ‘Statin’ છે તો ૪૦ મિગ્રા Rosuvastatin લો. તેની જગ્યાએ Atorvastatin ૮૦ મિગ્રા પણ લઈ શકો છો.

ડોકટરે જણાવ્યું કે જો કોઈની પાસે Clopidogrel છે તો ૭૫ મિલિગ્રામની ૮ ગોળી તરત પાણી સાથે લેવી જોઈએ. જો કોઈની પાસે આ તમામ દવાઓ નથી તો ૨ ડિસ્પ્રિન પણ લઈ શકાય છે. તેમણે વધુમાં જણાવ્યું કે જો તમે કોરોનાના દર્દી છો અને હાર્ટ અટેક જેવું લાગી રહ્યું છે તો તાત્કાલિક પાણીમાં મિકસ થતી 300mg એસ્પિરિન ચાવી જાઓ. આ દવાઓ ચાવવાની છે, ગળવાની નથી.

(11:48 am IST)