Gujarati News

Gujarati News

News of Tuesday, 8th June 2021

ભારતમાં ૫૦ વર્ષ બાદ વિશ્વના સૌથી ઝડપી પ્રાણી ચિત્તાનું પુનરાગમન થશે

દક્ષિણ આફ્રિકાથી પાંચ નર અને ત્રણ માદા એમ કુલ આઠ ચિત્તા ૮,૪૦૫ કિલોમીટરનું અંતર કાપીને નવેમ્બરમાં ભારત આવી પહોંચશેઃ ઘાંસવાળા મેદાનમાં ચિત્તો ૧૧૨ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે

નવી દિલ્હી, તા.૮: તીવ્ર ઝડપે દોડવાની કુશળતાના કારણે આગવી ઓળખ ધરાવતા ચિત્તાનું ૫૦ વર્ષ બાદ ભારતમાં પુનરાગમન થવા જઈ રહ્યું છે. દક્ષિણ આફ્રિકાથી પાંચ નર અને ત્રણ માદા એમ કુલ આઠ ચિત્તા ૮,૪૦૫ કિલોમીટરનું અંતર કાપીને નવેમ્બરમાં ભારત આવી પહોંચશે. જેને મધ્ય પ્રદેશની ચંબલ નદીના વિસ્તારમાં આવેલા કૂનો નેશનલ પાર્કમાં રાખવામાં આવશે.

એક સમયે ભારતમાં મોટી સંખ્યામાં ચિત્તા હતા. જોકે ગેરકાયદે શિકારને કારણે તે હવે લુપ્ત થવાના આરે પહોંચી ગયા છે. વિશ્વના સૌથી ઝડપી શિકારી પ્રાણી ચિત્તાને ભારત મોકલવા માટે સાઉથ આફ્રિકા તૈયાર થઈ ગયું છે. ઘાંસવાળા મેદાનમાં ચિત્તો ૧૧૨ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે.

વિશ્વમાં સૌથી વધુ સાત હજાર ચિત્ત્।ાઓ મોટાભાગે સાઉથ આફ્રિકા, નામિબિયા અને બોટ્સવાનામાં જોવા મળે છે. ભારતમાં છેલ્લે ૧૯૬૭-૬૮માં ચિત્ત્।ો જોવા મળ્યો હોવાનો રેકોર્ડ મળે છે. બીબીસીના રિપોર્ટમાં ભારતના વન્યજીવ ઈન્સ્ટીટયૂટ ઓફ ઈન્ડિયાના વડા ડો. યાદવેન્દ્રદેવ ઝાલાને ટાંકીને જણાવવામાં આવ્યું છે કે, ચિત્તાના પુનઃવસન માટે મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં એક રાષ્ટ્રીય ઉદ્યાન અને બે અભયારણ્યની પસંદગી કરી છે.

હાલના તબક્કે તો ચિત્તાને મધ્ય પ્રદેશના કુનો રાષ્ટ્રીય ઉદ્યાનમાં રાખવામાં આવશે. જોકે વન્યજીવ નિષ્ણાતો ચિત્તાના પુનઃવસન માટે રાજસ્થાનના મુકુન્દ્રા હિલ્સની તરફેણ કરી રહ્યા છે, જે હાલમાં વાદ્યના અભયારણ્ય તરીકે સુરક્ષિત છે. આગામી પાંચ વર્ષમાં અમે ૪૦ ચિત્તા બહારથી લાવવાનું વિચારી રહ્યા છીએ.

(11:05 am IST)