Gujarati News

Gujarati News

News of Thursday, 8th July 2021

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં રોજેરોજ ભડકો: હવે સીએનજીના ભાવમાં પણ વધારો ઠપકાર્યો: ભોપાલમાં પેટ્રોલનો ભાવ ૧ લીટરના રૂ. ૧૦૮.૮૮

નવી દિલ્હી : આજે પણ કેન્દ્ર સરકાર હસ્તકની ઓઇલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો ઝીંકી દીધો છે. દિલ્હીમાં પેટ્રોલમાં ૩૬ પૈસા અને ડીઝલમાં ૯ પૈસાનો ભાવ વધારો કરાયો છે. દિલ્હીમાં પેટ્રોલનો ભાવ ૧ લીટરના રૂ. ૧૦૦.૫૬ ઉપર પહોંચ્યો છે.

ભોપાલમાં પેટ્રોલનો ભાવ ૧ લીટરના અધધધ ... ૧૦૮.૮૮ રૂપિયા ઉપર પહોંચ્યો. ભોપાલમાં ડીઝલનો ભાવ રૂ. ૯૮.૪૦ રૂપિયા થયો છે.
દિલ્હીમાં હવે સીએનજી ગેસના ભાવમાં પણ પ્રતિ એક કિલોના ૯૦ પૈસાનો વધારો . પ્રતિ કિલોના ભાવ રૂ. ૪૩.૪૦ થી વધીને રૂ. ૪૪.૩૦  થયો છે.

(11:18 am IST)