Gujarati News

Gujarati News

News of Thursday, 8th July 2021

યુવા ચહેરા - પ્રોફેશ્નલ્સથી ભરપૂર ટીમ મોદી

મોદી કેબિનેટમાં ૭ સીવીલ સર્વન્ટ - ૭ પીએચડી - ૬ ડોકટર - ૫ એન્જિનિયર - ૩ MBA - ૧૩ વકિલો અને ૬૮ ગ્રેજ્યુએટ

ગુજરાતને ઘણુ મહત્વ : સાથી પક્ષોની પણ કાળજી : યુપીની ચૂંટણી ધ્યાને રાખી પસંદગી

નવી દિલ્હી તા. ૮ : બુધવારે સાંજે થયેલા કેબિનેટ વિસ્તારમાં ૪૩ મંત્રીઓએ શપથ લીધા છે. ખાસ કરીને ગુજરાતને પણ મહત્વ આપવામાં આવ્યું છે. સુરતના સાંસદ દર્શના વિક્રમ જરદોશ, ખેડાના ચૌહાણ દેવુસિંહ અને સુરેન્દ્રનગરના સાંસદ ડાઙ્ખ.મહેન્દ્ર મુંજપુરાને પહેલીવાર કેન્દ્રીય મંત્રીમંડળમાં સામેલ કરવામાં આવ્યાં છે. આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને યૂપી જેવા રાજયમાંથી અનેક લોકોને સ્થાન મળ્યું છે. તો અસમના પૂર્વ સીએમ સર્વાનંદ સોનોવાલ, મહારાષ્ટ્રના પૂર્વ સીએમ નારાયણ રાણે, કોંગ્રેસને છોડીને ભાજપમાં સામેલ થયેલા જયોતિરાદિત્ય સિંધિયાને પણ સ્થાન મળ્યું છે. તો સહયોગી દળોમાં જેડીયૂ અધ્યક્ષ આરસીપી સિંહ, અપના દલના અનુપ્રિયા પટેલ, એલજેપીના બળવાખોરમાંથી પશુપતિ કુમાર પારસને પણ નવા મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે.

વડાપ્રધાન મોદીની આ નવી કેબીનેટ યુવા ચહેરાઓથી ભરપૂર છે સાથે જ ઘણા પ્રોફેશ્નલ્સને મહત્વપૂર્ણ ભૂમિકા સોંપાઇ છે. નવી ટીમમાં વકીલ, ડોકટર, એન્જીનિયર, ભૂતપૂર્વ આઇએએસ અને અન્ય પ્રોફેશનલ સાથે જોડાયેલા લોકો છે. હવે કેન્દ્રીય કેબીનેટમાં કુલ ૧૩ વકીલ, ૬ ડોકટર, ૫ એન્જીનિયર, ૭ ભૂતપૂર્વ અધિકારી અને ૧૨ અન્ય ધંધા સાથે જોડાયેલા પ્રધાનો છે. આમ તો નવી કેબીનેટમાં યુવા નેતાઓની સાથે સાથે જાતીય અને ક્ષેત્રીય સમીકરણો પર ભાર મુકાયો પણ તેમાં પ્રોફેશ્નાલીઝમ પર પણ ધ્યાન આપવામાં આવ્યું છે.

મોદી સરકારના નવા કેબિનેટમાં મહારાષ્ટ્રના પૂર્વ સીએમ નારાયણ રાણેને મોદી સરકારમાં કેબિનેટ મંત્રી બનાવાયા છે. તો અસમના પૂર્વ સીએમ સર્વાનંદ સોનોવાલની મોદી કેબિનેટમાં વાપસી થઈ છે. જયારે મધ્ય પ્રદેશમાં કલમનાથની સરકાર તોડી પાડવા બદલ રાજયસભાના સાંસદ જયોતિરાદિત્ય સિંધિયાને કેબિનેટ મંત્રી બનાવાયા છે. તો હિમાચલ પ્રદેશના મહીરપુરના સાંસદ અને રાજય નાણાં મંત્રી અનુરાગ ઠાકુરને પ્રમોશન મળ્યું છે. તો રાજયસભા સાંસદ અને રાજય મંત્રી મનસુખ માંડવિયા તથા ગુજરાતથી રાજયસભાના સાંસદ પુરૂષોત્ત્।મ રૂપાલા, બિહારના આરાના સાંસદ આર.કે.સિંહને પણ પ્રમોશન મળ્યું છે.

જેડીયૂ કોટોમાંથી આરસીપી સિંહ, રામવિલાસ પાસવાનના ભાઈ અને હાજીપુરના સાંસદ પશુપતિ કુમાર પારસ, પૂર્વ બ્યૂરોકેટ અને ઓડિશાના રાજયસભા સાંસદ અશ્વિની વૈષ્ણવ, તેલંગાણાના સાંસદ જી.કિશન રેડ્ડી, ભાજપના મહાસચિવ અને રાજસ્થાનથી રાજયસભાના સાંસદ ભૂપેન્દ્ર યાદવ, પૂર્વ બ્યૂરોકેટ અને રાજયસભા સાંસદ હરદીપ પુરી, અરૂણાચલ પશ્ચિમના સાંસદ કિરણ રિજિજૂ, યૂપીના અપના દલના મિર્જાપુરના સાંસદ અનુપ્રિયા પટેલ, દિલ્હી લોકસભા સીટના સાંસદ મીનાક્ષી લેખી, કર્ણાટકના પૂર્વ સીએમ અને ઉડુપીના સાંસદ શોભા કરંદલાજે, નૈનીતાલ-ઉધમસિંહના સાંસદ અજય ભટ્ટ, પશ્ચિમ બંગાળના બનગાંવના સાંસદ શાંતનુ ઠાકુર, કર્ણાટક ભાજપના રાજયસભાના સાંસદ રાજીવ ચંદ્રશેખર, ઓડિશાના મયુરભંજના સાંસદ વીરેશ્વર ટુડુ, પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ટીકમગઢના સાંસદ ડો.વીરેન્દ્રકુમાર, પશ્ચિમ બંગાળના બાકુંરાના લોકસભાના સાંસદ સુભાષ સરકાર, મણિપુરના સાંસદ રાજકુમાર સિંહને મોદી સરકારમાં સ્થાન મળ્યું છે.

આ સિવાય ત્રિપુરા વેસ્ટના સાંસદ પ્રતિમા ભૌમિક, ઉત્ત્।ર પ્રદેશના મહારાજગંજના ભાજપના સાંસદ પંકજ ચૌધરી, પશ્ચિમ બંગાળથી કૂચબિહારના ભાજપ સાંસદ નિશિથ પ્રમાણિક, તમિલનાડુ ભાજપના અધ્યક્ષ એલ મુરૂગન, લખનઉના મોહનલાલગંજ લોકસભાના સાંસદ કૌશલ કિશોર, પશ્યિમ બંગાળના અલીપુરદ્વારના સાંસદ જોન બારલા, યૂપીના રાજયસભાના સાંસદ બી.એલ.વર્મા, મહારાષ્ટ્રના ડિંડોરીના સાંસદ ભારતી પવાર, મહારાષ્ટ્રના રાજયસભા સાંસદ ભાગવત કરાડ, યૂપીના ખીરીના સાંસદ અજય કુમાર મિશ્રા, યૂપીના જાલૌનના સાંસદ ભાનુ પ્રતાપ વર્મા, કર્ણાટક બીઢરના સાંસદ ભગવંત ખુબા, આગરાના સાંસદ બગેલ, ઝારખંડના કોડરમાના સાંસદ અન્નપૂર્ણા દેવીને મોદી કેબિનેટમાં સ્થાન મળ્યું છે.

  • મોદી કેબિનેટ વિસ્તરણનું અવનવું

 પ૦ ટકા નવા ચહેરા

સરેરાશ વય પ૮ વર્ષ

૪ પૂર્વ મુખ્યમંત્રીઓ

પ નોર્થ ઇસ્ટના મંત્રી

૭ બ્યુરોક્રેટસ

૧૮ રાજય સરકારના પ્રધાનો

ર૩ પ્રધાનો ૩ ટર્મથી સાંસદ

૩૯ પૂર્વ ધારાસભ્યો

૭ સીવીલ સર્વન્ટ

૭ પીએચડી

૬ ડોકટર

પ એન્જીનીયર

૩ એમબીએ

૧૩ ધારાશાસ્ત્રી

૬૮ ગ્રેજયુએટ

ર૭ ઓબીસી પ્રધાનોઃ પ કેબિનેટમાં

૧ર એસસી પ્રધાનોઃ ર કેબિનેટમાં

૮ એસ.ટી. પ્રધાનોઃ ૩ કેબિનેટમાં

પ લઘુમતી પ્રધાનોઃ ૩ કેબિનેટમાં

૧૧ મહિલાઓઃ ર કેબિનેટમાં

૧૪ પ્રધાનોઃ પ૦ ઉપરનાઃ ૬ કેબિનેટમાં

(11:59 am IST)