Gujarati News

Gujarati News

News of Thursday, 8th July 2021

૨૮ વર્ષીય મહિલાએ ૫ મિનિટમાં જ ત્રણ બાળકીઓને આપ્યો જન્મ

મહિલા અને તેની ત્રણે બાળકીઓ સંપૂર્ણ સ્વસ્થ્ય

દમોહ તા. ૮ : મધ્ય પ્રદેશના દમોહ જિલ્લામાં હટા સિવિલ હોસ્પિટલમાં ૨૮ વર્ષીય મહિલાએ એક સાથે ત્રણ બાળકીઓને જન્મ આપ્યો છે. ત્રણે બાળકીઓને  બેથી પાંચ મિનિટના ગાળામાં જ પેદા થઈ છે. મહિલા અને તેની ત્રણે બાળકીઓ સંપૂર્ણ પણે સ્વસ્થ્ય છે. સ્વાસ્થ્ય કર્મી અને નર્સ આ જોઈને ચોંકી ગઈ છે. મહિલા પહેલા પણ એક બાળકીને જન્મ આપી ચુકી છે. મહિલા અને તેની બાળકીઓને હોસ્પિટલમાંથી રજા આપી છે.

સિવિલ હોસ્પિટલના ડોકટરોના જણાવ્યા પ્રમાણે ત્રણે બાળકીઓનો જન્મ સાધારણ પ્રક્રિયાથી થયો છે. અને ગ્રામીણ વિસ્તારોમાં પોતાની રીતે આ પહેલો કેસ છે. જયારે કોઈ મહિલાએ એક સાથે ત્રણ બાળકીઓને જન્મ આપ્યો છે. આખા ગામમાં જશ્નનો માહોલ છે. ગ્રામીણ બાળકીની એક ઝલક જોવા માટે બેતાબ દેખાઈ રહ્યા છે.

કનકપુરા ગામ નિવાસી આ મહિલાએ બે વર્ષ પહેલા એક બાળકીને જન્મ આપ્યો હતો. ત્યારે તેને પ્રસવમાં ખુબ જ મુશ્કેલી થઈ રહી છે. આ વખતે પ્રસવ પીડા થવા પર મહિલા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાવી હતી. જયાં પર તેની સાથે ત્રણ બાળકીઓને એક સાથે જન્મ આપ્યો હતો. મહિલાએ પહેલા પણ એક બાળકીને જન્મ આપ્યો હતો જે અત્યારે બે વર્ષની છે.

ડોકટરના જણાવ્યા પ્રમાણે બાળકીનું સામાન્ય વજન બે કિલો ૫૦૦ ગ્રામ હોવું જોઈએ. જેમાં આરતીનું એક બાળક ૧ કિલો ૮૦૦ ગ્રામ છે. બીજી બાળકીનું ૧ કિલો ૫૦૦ ગ્રામ અને ત્રીજી બાળકીનું ૧ કિલો ૬૦૦ ગ્રામનું વજન ધરાવશે.

ઉલ્લેખનિય છે કે પશ્યિમ આફ્રિકાના માલી દેશની મહિલાની સાથે પણ આવુ જ થયુ છે. આ મહિલાએ નવ બાળકોને જન્મ આપ્યા બાદ ડોકટરો પણ હેરાન છે. કારણકે મહિલા જયારે પ્રેગનન્ટ હતી ત્યારે તેના ગર્ભમાં માત્ર સાત બાળકો હોવાનુ જાણવા મળ્યુ હતુ.

જોકે હવે જયારે ડિલિવરી થઈ છે ત્યારે તેણે નવ બાળકોને જન્મ આપ્યો છે. ૨૫ વર્ષની હલિમા નામની મહિલાની ડિલિવરી આખા દેશમાં ચર્ચાનો વિષય બની છે. ડોકટરોએ આ વર્ષે જ માર્ચ મહિનામાં તેને કહ્યુ હતુ કે, વિશેષ દેખરેખની જરુર છે. એ પછી સત્ત્।ાધીશોએ આ મહિલાને મોરકકોમાં ખસેડી હતી. અહીંના એક હોસ્પિટલમાં તેણે નવ બાળકોને જન્મ આપ્યો હતો.

(12:02 pm IST)