Gujarati News

Gujarati News

News of Thursday, 8th July 2021

પૂર્વ આઈએએસ ઓફિસર અશ્વિની વૈષ્ણવને મંત્રીમંડળમાં રેલવે મંત્રાલયની જવાબદારી

આઈટી અને ટેલિકોમ વિભાગની પણ જવાબદારી સોંપાઈ: પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ પર 15 વર્ષની નોકરીમાં બહુ કામ કર્યુ

નવી દિલ્હી : પૂર્વ આઈએએસ ઓફિસર અશ્વિની વૈષ્ણવને મોદી સરકારના મંત્રીમંડળમાં રેલવે મંત્રાલયની જવાબદારી મળી છે.આજે તેમણે પોતાનો ચાર્જ સંભાળી લીધો હતો સાથે આઈટી અને ટેલિકોમ વિભાગની જવાબદારી પણ આપવામાં આવી છે.વૈષ્ણવને એવા સમયે રેલવેની જવાબદારી અપાઈ છે જ્યારે રેલવેની આવક કેવી રીતે વધી શકે તેના પર મંથન થઈ રહ્યુ છે.જેમાં પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ મોડેલ પણ સામેલ છે.

જોકે વૈષ્ણવ પોતાની શૈક્ષણિક લાયકાતના કારણે અત્યારે ચર્ચામાં છે.તેઓ મોદી સરકારમાં સૌથી વધારે શૈક્ષણિક લાયકાત ધરાવતા મંત્રી છે.રાજસ્થાનમાં જન્મેલા 51 વર્ષીય વૈષ્ણવ 1994 બેચના ઓરિસ્સા કેડરના આઈએએસ અધિકારી છે.તેમને પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ પર 15 વર્ષની નોકરીમાં બહુ કામ કર્યુ હતુ.તેમનુ નામ ઘણાને ચોંકાવી ગયુ છે.બે વર્ષ પહેલા ઓરિસ્સા ભાજપની ટિકિટ પર તેમની રાજયસભામાં એન્ટ્રી પડી હતી.કારણકે તેમને બીજુ જનતાદળે પણ સપોર્ટ કર્યો હતો.

આ પહેલા વૈષ્ણવ આઈઆઈટીની ડ્ગરી મેળવી ચુકયા છે.એ પછી અમેરિકાની ખ્યાનામ વોર્ટન યુનિવર્સિટીમાંથી એમબીએની ડિગ્રી લીધી હતી.એ પછી ભારત પાછા ફરીને તેમણે ઘણી મોટી સંપનીઓમાં નોકરી કરી હતી.તેમણે એમટેક પણ કર્યુ છે.ગુજરાતમાં ઓટો મોબાઈલના પ્લાન્ટસ સ્થાપવામાં તેમનો મોટો રોલ રહ્યો હતો.હવે તેમને ભારતીય રેલવેનો કાયાકલ્પ કરવાની જવાબદારી અપાઈ છે

(12:09 pm IST)