Gujarati News

Gujarati News

News of Thursday, 8th July 2021

ગીલોય અથવા ગડૂચી લીવરને નુકસાન કર્તા હોવાનો રીપોર્ટ ભ્રામક

આયુષ મંત્રાલયે મીડીયાના સમાચારોનું કર્યુ ખંડન

નવી દિલ્હી : આયુષ મંત્રાલયે બુધવારે ગીલોયને લીવર માટે નુકસાનકારક દર્શાવનાર અભ્યાસ રિપોર્ટને ભ્રામક ગણાવ્યો હતો. મંત્રાલયે આ રીપોર્ટને ભારતની પારંપારીક ચિકિત્સા પધ્ધતિ માટે વિનાશક ગણાવ્યો છે તેણે કહયું કે આયુર્વેદમાં ઘણા સમયથી જડીબુટીઓનો ઉપયોગ થાય છે. જડીબુટીઓની અસરકારકતા અંગે જે બીજા અભ્યાસ કરાયો હતો. તેના પર આ અભ્યાસમાં ભાર નથી મુકવામાં આવ્યો.

અત્રે ઉલ્લેખનીય છે કે કલીનીકલ એન્ડ એકસીપેરીમેન્ટલ હેપીટોલોજી જર્નલમાં એક અભ્યાસ રીપોર્ટ પ્રકાશીત કરવામાં આવ્યો છે. તેના આધારે મીડીયામાં સમાચારો આવી રહયા છે. આયુષ મંત્રાલયે ઉપરોકત જર્નલમાં અભ્યાસના આધારે અપાયેલ સમાચારોનું ખંડન કરતા કહયુ કે આ સમાચારમાં બીજા અભ્યાસો પર ધ્યાન નથી અપાયુ. જે આ જડીબુટ્ટીની અસરકારકતા વિષે જણાવે છે.

જર્નલમાં પ્રકાશિત આ અભ્યાસ રીપોર્ટમાં એ વાતનો ઉલ્લેખ કરાયો છે કે જડીબુટી ટીનોસ્પોરા કોર્ડીફોલીયા (ટીસી) જેને સામાન્ય રીતે ગીલોય અથવા ગડુચીના નામથી ઓળખવામાં આવે છે. તેના ઉપયોગથી મુંબઇમાં છ દર્દીઓના લીવરે કામ કરવાનું બંધ કરી દીધુ હતુ. મંત્રાલયે એક સ્ટેટમેન્ટમાં કહયુ કે એવુ લાગે છે કે અભ્યાસના લેખકો આ કેસમાં બધા આવશ્યક વિવરણોને વ્યવસ્થિત રીતે દર્શાવવામાં નિષ્ફળ રહયા છે.

મંત્રાલયે કહયું કે આ ઉપરાંત ગિલોય અથવા ટીસીને લીવર માટે નુકસાનકારક ગણાવવું ભારતની પરંપરાગત ચિકિત્સા પધ્ધતિ માટે ભ્રામક અને વિનાશકારી છે કેમ કે જડીબુટી ગિલોય અથવા ગડૂચીનો ઉપયોગ આયુર્વેદ ઘણા લાંબા સમયથી થઇ રહયો છે.  બયાનમાં મંત્રાલયે કહયું કે અભ્યાસના વિશ્લેષણ પછી એ પણ જોવા મળ્યું કે તેના લેખકોએ જડીબુટીની સામગ્રીઓનો અભ્યાસ નથી કર્યો જેનું સેવન દર્દીઓ કરી રહયા હતા. એ લેખકોની જ જવાબદારી છે કે તેઓ સુનિશ્ચિત કરે કે દર્દીઓ ટીસીનું જ સેવન કરતા હતા, અન્ય કોઇ જડીબુટીનું નહી.

(12:45 pm IST)