Gujarati News

Gujarati News

News of Thursday, 8th July 2021

પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટશે ? !: નવા મંત્રીએ આપ્યું આશ્વાસન : કહ્યું થોડો સમય આપો

સોશ્યલ મીડિયામાં મંત્રીના દાવા પર જબરી કોમેન્ટો : લખ્યું સર તમને જનતાએ સમય આપ્યો કમર તોડી નાખો, ભાવ વધારી દો. : એક યૂઝરે લખ્યુ- તમારાથી પણ નહી થઇ શકે, બોલવાની વાત છે, ટેક્સ લઇ લેજો,

નવી દિલ્હી : મોદી કેબિનેટના નવા પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યુકે પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટશે પણ થોડો સમય આપો. જોકે, મંત્રીએ જે યોજના જણાવી છે તે સમજની બહાર છે. પેટ્રોલિયમ મંત્રીનું કહેવુ છે કે કાચા તેલનું દેશમાં જ ઉત્પાદન વધારવામાં આવશે. પ્રાકૃતિક ગેસને પણ હવે ઝડપથી બનાવવામાં આવશે.

સોશિયલ મીડિયા પર લોકોએ તેના દાવાની મજાક ઉડાવી હતી. સરદાર યુસૂફે લખ્યુ- સર તમને જનતાએ સમય આપ્યો કમર તોડી નાખો, ભાવ વધારી દો. આ પહેલા તો ધર્મેન્દ્ર પ્રધાન પેટ્રોલિયમ મંત્રી હતા. તે પણ કઇ કરી શક્યા નથી તો તમે જનતાનું ક્યુ ભલુ કરશો. સુરેશ કુમારે લખ્યુ- સાત વર્ષથી ઉંઘી રહ્યા હતા, જુમલાબાજ નેતાજી. એક યૂઝરે લખ્યુ- તમારાથી પણ નહી થઇ શકે, બોલવાની વાત છે, ટેક્સ લઇ લેજો, તમે લોકો જાણો છો માત્ર લૂંટવુ જ છે, રોજગારની વાત કોઇ પણ મંત્રી કરતા નથી.

ફિરોઝ અંસારીએ લખ્યુ- અરે નહેરૂજી જીવતા હોત તો બધુ યોગ્ય થઇ જાત, કઇ થવાનું નથી. હવે સત્તાની નવી ખુરશી ઘણી ગરમ છે, અમારા પૂર્વજોએ કોંગ્રેસને 70 વર્ષ આપ્યા હતા, તમને પણ આપીશું 14 વર્ષ, 140/લીટર પહોચાડવા માટે.

 

કોલકાતામાં પેટ્રોલની કિંમત 100.23 રૂપિયા પ્રતિ લીટરથી વધીને 100.62 રૂપિયા પ્રતિ લીટર થઇ ગઇ છે. અન્ય બે શહેર (ચેન્નાઇ અને મુંબઇ)માં પેટ્રોલની કિંમત કેટલાક સમય પહેલા જ સદીનો આંકડો પાર કરી ચુકી છે. મુંબઇમાં આ 29 મેએ 100 રૂપિયા પ્રતિ લીટરનો આંકડો પાર કરી ગયો હતો. મુંબઇમાં પેટ્રોલની કિંમત હવે 106.59 રૂપિયા પ્રતિ લીટર થઇ ગઇ છે.

રાજસ્થાન, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, ઓરિસ્સા, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં પેટ્રોલના ભાવ 100 રૂપિયાની પાર થઇ ગયા છે. હૈદરાબાદ અને બેંગલુરૂમાં પેટ્રોલ પહેલા જ 100 રૂપિયા પ્રતિ લીટરના આંકડાને પાર કરી ચુક્યુ છે. મહત્વપૂર્ણ છે કે બુધવારે કેબિનેટ વિસ્તાર હેઠળ પીએમ મોદીએ પેટ્રોલિયમ મંત્રાલય ધર્મેન્દ્ર પ્રધાન પાસેથી લઇને હરદીપ પુરીને સોપી દીધુ છે.

(6:46 pm IST)