Gujarati News

Gujarati News

News of Thursday, 8th July 2021

મોદી કેબિનેટનો મોટો નિર્ણય : 1 લાખ કરોડ માર્કેટ યાર્ડ મારફતે ખેડૂતો સુધી પહોચાડાશે

મોદી સરકારના નવા મંત્રીમંડળની બેઠક પુરી : ખેડૂતોના હિત અંગે ચર્ચા

નવી દિલ્હી : મોદી કેબિનેટના વિસ્તરણ અને ફેરબદલ બાદ બેઠકની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. સાંજે પાંચ વાગ્યે બોલાવાયેલી મોદી સરકારના નવા મંત્રીમંડળની બેઠક પુરી થઈ છે. ગયા દિવસના વિસ્તરણ બાદ કેબિનેટની આ પહેલી બેઠક છે. જેમા ખેડૂતો અંગે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે

 મીડિયાને સંબોધિત કરતા નરેન્દ્રસિંહ તોમપે કહ્યું કે, 1 લાખ કરોડ રૂપિયા માર્કેટ યાર્ડ મારફતે ખેડૂતો સુધી પહોંચાડવામાં આવશે. તોમરે કહ્યું કે, આ બેઠકમાં ખેડૂતોના હિત અંગે ચર્ચા કરવામાં આવી છે. માર્કેટ યાર્ડને વધુ મજબુત કરવામાં આવશે.

(7:04 pm IST)