Gujarati News

Gujarati News

News of Thursday, 8th July 2021

પાકિસ્તાનમાં ભારત આતંકવાદ ફેલાવે છે

પાક રાષ્ટ્રપતિએ ફરી ઝેર ઓકયું

નવી દિલ્હી, તા. : પાકિસ્તાની રાષ્ટ્રપતિ આરિફ અલવીએ ફરી એક વખત ભારત સામે પાયા વગરના આક્ષેપો કરીને ઝેર ઓક્યુ છે. ભારત  પર આરોપ લગાવતા પાકિસ્તાની રાષ્ટ્રપતિએ કહ્યુ હતુ કે, ભારત પાકિસ્તાનને અસ્થિર કરવા માટે પ્રયાસ કરી રહ્યુ છે.તાજેતરમાં લાહોરમાં આંતકી હાફિઝ સઈદના ઘરની પાસે જે બ્લાસ્ટ થયો હતો તે પણ ભારતે કરાવ્યો હતો.

અલવીએ કહ્યુ હતુ કે, ભારત પાકિસ્તાનમાં આતંકવાદ ફેલાવી રહ્યુ છે.જેથી પાકિસ્તાનને અસ્થિર કરી શકાય.ભારત દ્વારા આતંકી સંગઠનોને પૈસા આપીને પાકિસ્તાનમાં અશંાતિ ફેલાવવામાં આવી રહી છે.

ભારત સરકાર જોકે આરોપોને પહેલા પણ નકારી ચુકી છે.ભારતે કહ્યુ હતુ કે, પાકિસ્તાનમાં થઈ રહેલા આતંકી હુમલામાં ભારતનો હાથ હોવાની વાત કાલ્પનિક છે. તાજેતરમાં આરિફ અલવીએ તુર્કીના સેના પ્રમુખ જનરલ ઉમિત ડુંડર સાથે મુલાકાત કરી હતી. દરમિયાન પણ અલવીએ ભારત સામે ઝેરીલા નિવેદન આપ્યા હતા અને કહ્યુ હતુ કે , ભારત અફઘાનિસ્તાન થકી પાકિસ્તાનમાં આતંકવાદને પ્રોત્સાહન આપે છે.ભારત આતંકીઓને ટ્રેન કરવા માટે પૈસા આપે છે.તેમણે તુર્કીને પાકિસ્તાનની મદદ કરવા માટે અપીલ કરી હતી.

(7:52 pm IST)