Gujarati News

Gujarati News

News of Thursday, 8th July 2021

બ્લેક ફંગસ માટે 6 લાખ ઇન્જેક્શન આયાત કરાશે :આગામી 10 દિવસમાં આવી જશે : આરોગ્ય મંત્રી મનસુખભાઇ માંડવીયા

ભાવનગર આવેલા કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાનો મોટી જાહેરાત : તેમની ગ્રાન્ટમાંથી ભાવનગર હોસ્પિટલમાં મ્યુકર્માઈકોસિસની સર્જરી માટે સાધનો વસાવવા 75 લાખની ગ્રાન્ટ ફાળવી

અમદાવાદ : ગુજરાત અને દેશના અન્ય રાજયો માટે સરકારે 6 લાખ ઇન્જેક્શન ઈમ્પોર્ટ કરવાનું નક્કી કર્યું છે, જે 10 દિવસમાં આવી જશે તેમ ભાવનગરમાં કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયાએ જણાવ્યું છે

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા બે દિવસથી ભાવનગર જિલ્લાના પ્રવાસે છે.ગ્રામ્ય વિસ્તારમાં અસરગ્રસ્તોને મળ્યા હતા. તેમજ કેટલાક પોર્ટને નુકસાન થયું છે. તેવા સ્થળની પણ મુલાકાત કરી હતી. અને જે પરિવારના વાવાઝોડાના કારણે મોત થયા છે. તેમની પણ મુલાકાત લીધી હતી. મનસુખ માંડવીયાએ આજે બપોરબાદ સિવિલ હોસ્પિટલની મુલાકત લીધી હતી.

મુલાકાત બાદ હોસ્પિટલના અધિકારીઓ સાથે બેઠક પણ કરી હતી. આ બેઠકમાં કલેકટર, કમિશનર, ડીડીઓ સિવિલ સર્જન અને મેડિકલ કોલેજના ડીન હાજર રહયા હતા. આજે કેન્દ્રીય મંત્રીની અધિકારીઓ સાથે ખાનગી બેઠક ચાલુ હતી. ત્યારે ભાવનગર જિલ્લા ભાજપ પ્રમુખ મુકેશ લંગળિયા અને જિલ્લા પંચાયતના પ્રમુખ ભરતસિંહ ગોહિલ આવી પહોંચ્યા હતા. પરંતુ તેમને પ્રવેશ અપાયો નહોતો. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું કે, તેમની ગ્રાન્ટમાંથી ભાવનગર હોસ્પિટલમાં મ્યુકર્માઈકોસિસની સર્જરી માટે સાધનો વસાવવા 75 લાખની ગ્રાન્ટ ફાળવી છે.

(11:50 pm IST)