Gujarati News

Gujarati News

News of Thursday, 8th July 2021

ફ્લાઈટમાં એક રાજ્યથી અન્ય રાજ્યમાં જતા પહેલા ગાઇડલાઇન જાણવી જરૂરી

દરેક રાજ્યની અલગ ટ્રાવેલ ગાઈડલાઈન : કોરોના નિયમોનું પાલન કરવાનું આવશ્યક

નવી દિલ્હી :ફ્લાઈટમાં મુસાફરી કરીને એક રાજ્યથી અન્ય રાજ્યમાં જનારા લોકોને માટે આ નિયમોનું પાલન કરવાનું જરૂરી છે. તેમાં આરટીપીસીઆર ટેસ્ટ સાથેના અનેક નિયમો જોડાયેલા છે.  જો કોઈ એક રાજ્યથી અન્ય રાજ્યમાં ટ્રાવેલ કરી રહ્યા છો તો  તે રાજ્યની ગાઈડલાઈન વાંચો. અહીં તમને એ રાજ્યમાં કોઈ મુશ્કેલી નહીં રહે. અહીં તમને નિયમની જાણકારી આપવામાં આવી છે જેથી તમે બહારથી જાઓ છો તો તમને કોઈ તકલીફ ન રહે.

 ઈન્ડિગોના યાત્રીઓએ સવાલ કર્યા હતા કે ટ્રાવેલની ગાઈડલાઈન, વેક્સિનના ડોઝની જરૂરિયાત, સર્ટિફિકેટ, કોરોના ટેસ્ટ જરૂરી છે કે નહીં વગેરે. આ માટે યાત્રીઓનું કહેવું છે કે આ વાત રાજ્ય સરકારની ગાઈડલાઈન પર આધાર રાખે છે કે નિયમ શું છે. તમે જે રાજ્યમાં જઈ રહ્યા છો ત્યાંની ગાઈડલાઈન વાંચો તે જરૂરી છે.

કોરોના વાયરસના કહેર બાદથી દરેક રાજ્ય સરકારે પોતાના રાજ્યને માટે નવી ગાઈડલાઈન બનાવીને રાખી છે. સમયાંતરે તેમાં ફેરફાર પણ કરાય છે. આ ગાઈડલાઈનમાં રાજ્ય સરકાર નાગરિકોને દિશા નિર્દેશ આપે છે કે તેઓએ કોરોનાના સમયમાં કયા નિયમોનું પાલન કરવાનુ રહે છે.

આ ગાઈડલાઈનમાં દુકાનોના ખોલવાના સમય, નાઈટ કર્ફ્યૂ, લગ્ન, વિવાહ, રાજ્યની બહાર જનારા લોકોને માટેના નિયમો, રાજ્યમાં આવનારા લોકો માટેના નિયમો સામેલ છે. એવામાં રાજ્યના નાગરિકો અને રાજ્યમાં આવનારા નાગરિકોને એ નિયમોનું પાલન કરવાનુ રહે છે.

આમ તો દરેક રાજ્યની અલગ ટ્રાવેલ ગાઈડલાઈન છે. જેમકે દરેક યાત્રીઓએ આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કર્યું હોવું જોઈએ. આ સિવાય દિલ્હીના નિયમ અનુસાર કોઈ પણ યાત્રીના પોઝિટિવ આવ્યા પર તેને 10 દિવસ ક્વોરન્ટાઈન કરાશે. આ સિવાય દરેક યાત્રીના સેમ્પલ લેવાશે. આ સાથે રાજસ્થાનમાં આવનારા યાત્રીઓનું થર્મલ સ્ક્રીનિંગ કરાશે અને સાથે યાત્રીઓને પોતાની સાથે કોવિડ નેગેટિલ વધારેને વધારે 72 કલાક જૂનો રિપોર્ટ સાથે રાખવાનો રહેશે.

જ્યારે તમે રાજ્યની ગાઈડલાઈન ઈન્ડિગોની સાઈટ પર જઈને જોઈ શકો છો. આ સિવાય તમે સીધા લિંક પર ક્લિક કરીને તે પેજ પર પણ જઈ શકો છો. અહીં દરેક રાજ્યોની ગાઈડલાઈન આપવામાં આવી છે જેથી કોઈપણ યાત્રીઓને મુસાફરીમાં મુશ્કેલી રહે નહીં.

(11:51 pm IST)