Gujarati News

Gujarati News

News of Thursday, 8th July 2021

રિઝર્વ બેન્કે ફરી સપાટો બોલાવ્યો : વધુ 14 બેન્કોને નિયમોના ઉલ્લંઘન માટે કુલ 14.5 કરોડનો દંડ કર્યો

બેન્ક ઓફ બરોડાને સૌથી મોટી 2 કરોડની પેનલ્ટી :1 કરોડ રૂપિયાની પેનલ્ટી બંધન બેંક, બેંક ઑફ મહારાષ્ટ્ર, સેન્ટ્રલ બેંક ઑફ ઇન્ડિયા, ક્રેડિટ સુઇસ ઇઝી, ઇન્ડિય બેંક, ઇંડસઇંડ બેંક, કર્ણાટક બેંક, કરૂર વેશ્ય બેંક, પંજાબ એન્ડ સિંધ બેંક, સાઉથ ઇન્ડિયન બેંક, ધ જમ્મુ એન્ડ કશ્મીર બેંક અને ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ બેંક સામેલ

નવી દિલ્હી :રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા છેલ્લા ઘણા દિવસથી બેન્કો દ્વારા નિયમોના ઉલ્લંઘન બદલ તોતિંગ દંડ ફટકારવામાં આવી રહ્યો છે. ફરી એક વાર રિઝર્વ બેન્કે સપાટો બોલાયો છે અને 14 બેન્કોને ભારે ભરખમ નાણાંકીય દંડ કર્યો છે.

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયાએ 14 બેંકોનેઅનેક રેગુલેટરી નિયમોના ઉલ્લંઘન માટે દોષી ઠેરવીને કુલ 14.5 કરોડ રૂપિયાની પેનલ્ટી ફટકારી છે, જેમાં 2 કરોડ રૂપિયાની સૌથી મોટી પેનલ્ટી બેંક ઑફ બરોડાને કરી છે. ત્યારબાદ 1 કરોડ રૂપિયાની પેનલ્ટી બંધન બેંક, બેંક ઑફ મહારાષ્ટ્ર, સેન્ટ્રલ બેંક ઑફ ઇન્ડિયા, ક્રેડિટ સુઇસ ઇઝી, ઇન્ડિય બેંક, ઇંડસઇંડ બેંક, કર્ણાટક બેંક, કરૂર વેશ્ય બેંક, પંજાબ એન્ડ સિંધ બેંક, સાઉથ ઇન્ડિયન બેંક, ધ જમ્મુ એન્ડ કશ્મીર બેંક અને ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ બેંક સામેલ છે.

50 લાખ રૂપિયાની સૌથી ઓછી પેનલ્ટી દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયા પર લાગી છે.

RBIએ કહ્યું કે, 'કંપનીઝ ઑફ અ ગ્રુપ'ના ખાતાઓની તપાસ કરતાં જાણવા મળ્યું કે બેંક કેટલાંક નિયમોનું પાલન નથી કરી રહી. તેના માટે બેંકોને નોટિસ પણ ફટકારવામાં આવી અને તેમની પાસે આ અંગે જવાબ માંગવામાં આવ્યો. બેંકોને કહેવામાં આવ્યું કે તેમની વિરુદ્ધ બેંકિંગ રેગ્યુલેશ એક્ટ, 1949ના નિર્દેશોનું પાલન ન કરવા માટે દંડ શા માટે ન ફટકારવો જોઇએ.

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયાએ જણાવ્યું કે બેંકોએ જે નિયમોનું ઉલ્લંઘન કર્યુ છે તેમાં NBFCsને લોન આપવા અને NBFCsને બેંક ફાઇનાન્સ કરવા સાથે સંબંધિત નિયમોની ઉપેક્ષા કરવી સામેલ છે.

(11:54 pm IST)