Gujarati News

Gujarati News

News of Thursday, 8th July 2021

લાલુ પ્રસાદના દીકરા તેજ પ્રતાપે બિઝનેસ શરૂ કર્યો: L R નામ અગરબત્તી લોન્ચ કરી

L R નામના લીધે અગરબત્તીને લાલુ-રાબડી સાથે જોડવા પર તેજ પ્રતાપે કહ્યુ કે, તેનો અર્થ છે લાર્જેસ્ટ રીચ..

પટના- બિહારના નેતા લાલુ યાદવના પુત્ર તેજ પ્રતાપ નેતાગીરીની સાથે સાથે હવે બિઝનેસ મેન પણ બની ગયા છે. તેઓ હમેશા કંઇક નવુ કરીને ચર્ચા રહે છે. આ વખતે તેજ પ્રતાપે અગરબત્તીનો બિઝનેસ શરૂ કર્યો છે અને તેના લીધે હાલ ચર્ચામાં છે. તેજ પ્રતાપે ગુરુવારે L R નામ અગરબત્તી લોન્ચ કરી છે. તેજપ્રતાપના મતે આ અગરબત્તીને બનાવવામાં ોઇ પણ પ્રકારના કેમિકલનો ઉપયોગ કરવામાં આવ્યો નથી, તેમાં માત્ર ફુલોનો જ ઉપયોગ કરાયો છે.

તેજ પ્રતાપ કહે છે કે હું લાબા સમયથી પૂજા કરી રહ્યો છે અને અગતબત્તીથી લગાવ છે. હુ દિલ્હીના એક દોસ્તથી પ્રેરિત થયો છુ જે પોતાની ફેક્ટરીમાં ફુલોમાંથી અગરબત્તી બનાવે છે. તેને ત્યાં જઇને મે આ કામગીર જોઇ હતી.

તેમણે ઉમેર્યુ કે અમે જ્યારે વૃંદાવન જઇયે ત્યારે જોઇયે છીએ કે, ત્યાં ધૂપ, અગરબત્તી વગેરેની દુકાનો હોય છે, આ દુનિયામાં સુગંધની એક અલગ જ ઓળખ છે.

L R નામના લીધે અગરબત્તીને લાલુ-રાબડી સાથે જોડવા પર તેજ પ્રતાપે કહ્યુ કે, તેનો અર્થ છે લાર્જેસ્ટ રીચ.., જો કોઇ તેનો અલગ અર્થ કરે તો કરવા દો.

(12:29 am IST)