Gujarati News

Gujarati News

News of Thursday, 8th September 2022

નીતિશ કુમારનો દિલ્હીમાં વિપક્ષોને એકજુથ કરવા પ્રયાસ : બે દિવસમાં 11 નેતાઓને મળ્યા

તેમણે કહ્યું કે જો બધા લોકો સાથે મળીને લડશે તો દેશના હિતમાં નિર્ણય લેવામાં આવશે

નવી દિલ્હી : બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે નવી દિલ્હીમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના નિવાસ સ્થાને મુલાકાત લીધી હતી બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને નવી દિલ્હીમાં એનસીપીના પ્રમુખ શરદ પવારને તેમના નિવાસસ્થાને મળ્યા. મુલાકાતમાં વિપક્ષી એકતા વિશે ચર્ચા કરવામાં આવી હતી. કહ્યું કે જો તમામ લોકો સાથે મળીને લડશે તો દેશના હિતમાં નિર્ણય લેવામાં આવશે

   નીતિશ કુમારે સીપીઆઈ(એમએલ)ના મહાસચિવ દીપાંકર ભટ્ટાચાર્ય સાથે મુલાકાત કરી હતી. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર પૂર્વ સાંસદ શરદ યાદવને મળ્યા હતા.

નવી દિલ્હીમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે બિહારના સીએમ નીતિશ કુમાર સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન નીતિશનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં દાખલ સમાજવાદી પાર્ટી (સપા)ના સાંસદ મુલાયમ સિંહ યાદવની હાલત જાણવા નીતિશ કુમાર પહોંચ્યા. આ દરમિયાન તેઓ યુપીના પૂર્વ સીએમ અખિલેશ યાદવને પણ મળ્યા હતા

નવી દિલ્હીમાં નીતિશ કુમાર સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવને મળ્યા. હતા

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર નવી દિલ્હીમાં સીપીઆઈ મહાસચિવ સીતારામ યેચુરીને મળ્યા હતા મુખ્યમંત્રી નીતિશ કુમાર સીપીઆઈ કાર્યાલયમાં પાર્ટીના મહાસચિવ ડી રાજાને મળ્યા હતા.

બિહારના સીએમ નીતિશ કુમારે હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ઓમ પ્રકાશ ચૌટાલા સાથે નવી દિલ્હીમાં તેમના નિવાસસ્થાને મુલાકાત કરી. હતી

કર્ણાટકના ભૂતપૂર્વ સીએમ અને જેડીએસ નેતા એચડી કુમારસ્વામીએ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારનું નવી દિલ્હીમાં તેમના નિવાસસ્થાને સ્વાગત કર્યું

(9:12 pm IST)