Gujarati News

Gujarati News

News of Thursday, 8th September 2022

૧૯ વર્ષની યુવતીએ એક સાથે બે બાળકોને આપ્‍યો જન્‍મઃ પરંતુ બંનેના પિતા અલગ-અલગ

મેડિકલ સાયન્‍સમાં આવી ઘટનાઓને ખૂબ દુર્લભ માનવામાં આવે છે

લિસ્‍બન,તા. ૮: યુરોપીયન દેશ પોર્ટુગલમાં ૧૯ વર્ષની યુવતીએ એક સાથે બે બાળકોને જન્‍મ આપ્‍યો છે. તેમાં ચોંકાવનારી વાત છે કે બંને બાળકોના પિતા અલગ-અલગ છે. મેડિકલ સાયન્‍સમાં આવી ઘટનાઓને ખુબ દુર્લભ માનવામાં આવે છે. યુવતીના પરિવારજનોને પહેલાથી ખબર હતી કે બંને બાળકોના પિતા એક વ્‍યક્‍તિ છે. પરંતુ બાળકો ૮ મહિનાના થયા બાદ તેના ડીએનએ ટેસ્‍ટે પોલ ખોલી દીધી. ટેસ્‍ટથી જાણવા મળ્‍યું કે આ બાળકોમાં એકનું ડીએનએ તેના પિતા સાથે મેચ થયું, જયારે બીજાનું બિલકુલ અલગ હતું. પરંતુ બંને બાળકો દેખાવમાં એક જેવા છે. આ બાળકની માતાએ સ્‍થાનીક મીડિયાને પોતાની ઓળખ છુપાવવાના નામ પર ઘણી જાણકારીઓ શેર કરી છે.

પોર્ટુગલ મીડિયા રિપોર્ટ અનુસાર, આ ઘટના ગોઇયા રાજયના નાના શહેર માઇનિરોસની છે. આ બાળકોની માતાએ ખુલાસો કર્યો કે તે દિવસે મેં બે પુરૂષો સાથે કેટલીક કલાકોના અંતર પર સેક્‍સ કર્યું હતું. તેવામાં મેં બીજા વ્‍યક્‍તિને ડીએનએ ટેસ્‍ટ માટે બોલાવ્‍યો. સંયોગથી તેનો ટેસ્‍ટ બીજા બાળક સાથે મેચ થઈ ગયો. તે યુવતીએ કહ્યું કે હું આ પરિણામથી હેરાન નથી. મને ખબર નહોતી કે આમ થઈ શકે છે જયારે બંને બાળકો દેખાવમાં ખુબ સમાન છે. આ બંને બાળકોના જન્‍મ પ્રમાણ પત્ર પર પિતાના રૂપમાં એક વ્‍યક્‍તિનું નામ નોંધાયેલું છે. તેવામાં ડીએનએ ટેસ્‍ટના રિઝલ્‍ટના આધાર પર બાદમાં બદલવાનો પ્રયાસ કરવામાં આવશે.

આ બંને બાળકોની માતાએ સાથે રહેનાર પોતાના બોયફ્રેન્‍ડની ખુબ પ્રશંસા કરી. તેણે કહ્યું કે ડીએનએ ટેસ્‍ટનું પરિણામ આવ્‍યા બાદ તેના બોયફ્રેન્‍ડે નારાજગી વ્‍યક્‍ત કરી નથી. તે આજે પણ બંને બાળકોનો ખ્‍યાલ રાખે છે. મારી ખુબ મદદ કરે છે. મારે જે જરૂરીયાત હોય તે બધી પૂરી કરે છે. પરંતુ મહિલાએ પોતાના બીજા બાળકના પિતા વિશે માહિતી આપી નથી.

અસામાન્‍ય ગર્ભાવસ્‍થાની રીતનો અભ્‍યાસ કરનાર ડો. ટુલિયો જોર્જ ફ્રેંકોએ જણાવ્‍યું કે આવી ઘટનાને મેડિકલ સાયન્‍સની ભાષામાં હેટેરોપેરેન્‍ટલ સુપરફેકંડેશન કહેવામાં આવે છે. તેમણે જણાવ્‍યું કે વિશ્વભરમાં હેટેરોપેરેન્‍ટલ સુપરફેકંડેશનના સામે આવેલા માત્ર ૨૦ કેસ છે. ડોક્‍ટરે પોર્ટુગલી ન્‍યૂઝ આઉટલેટ ઞ્‍૧ ને સમજાવ્‍યું કે આવી ગર્ભાવસ્‍થા ત્‍યારે થાય છે જયારે એક માતાના બે ઈંડા અલગ-અલગ પુરૂષોથી નિષેચિત થાય છે. બાળકની માતા જેનેટિક મેટેરિયલને શેર કરે છે, પરંતુ તે અલગ-અલગ પ્‍લેસેન્‍ટામાં વધે છે.

તેમણે આગળ કહ્યું કે ગર્ભાવસ્‍થા કોઈ મુશ્‍કેલી વગર સામાન્‍ય રીતે થઈ હતી. બંને બાળકો સ્‍વસ્‍થ પેદા થયા હતા અને તેને ક્‍યારેય કોઈ સમસ્‍યા થઈ નથી. આ અત્‍યંત દુર્લભ છે. આ લાખોમાં એકવાર થાય છે. મેં ક્‍યારેય વિચાર્યું નહોતું કે હું મારા જીવનમાં આવો મામલો જોઈશ. ડોક્‍ટરે તે પણ જણાવ્‍યું કે ઘણીવાર તો મહિલાઓ આવી પરિસ્‍થિતિઓમાં પારિવારિક કારણોથી ટેસ્‍ટ કરાવતી નથી. તેવામાં હેટેરોપેરેન્‍ટલ સુપરફેકંડેશનનો રિપોર્ટ જાહેર થઈ શકતો નથી.

(10:26 am IST)