Gujarati News

Gujarati News

News of Thursday, 8th September 2022

યુવતીના કાનમાં ઘૂસી ગયો સાપઃ ડોક્‍ટરે તપાસ કરી તો મોં ફાડીને બહાર આવ્‍યો

સોશ્‍યલ મીડિયા પર વીડિયો વાયરલ થઇ રહ્યો છે તેમાં એક યુવતીના કાનમાં સાપ જોવા મળે છે

નવી દિલ્‍હી,તા.૮ :  સોશિયલ મીડિયા પર ઘણા એવા વીડિયો વાયરલ થતા રહેતા હોય છે જેને જોઇને આપણે ચકિત રહી જતા હોઈએ છીએ. આવો જ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જે જોઈને તમે ડરી શકો છો અને વિચલિત પણ થઇ શકો છો. તમે વિચારવા મજબૂર થશો કે આવું કેવી રીતે થઇ શકે? સોશિયલ મીડિયા પર જે વીડિયો વાયરલ થઇ રહ્યો છે તેમાં એક યુવતીના કાનમાં સાપ જોવા મળે છે. વીડિયોમાં યુવતી દર્દથી પીડાઇ રહી છે. આ વીડિયો ઘણો હેરાન કરનારો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક નાનો સાપ યુવતીના કાનમાં ઘુસી જાય છે.

યુવતીના કાનમાં અજીબ હલચલ જોવા મળે છે જેથી તે ગભરાયા વિના ડોક્‍ટર પાસે પહોંચે છે. વીડિયોમાં યુવતીના કાનમાં રહેલો સાપ ઘણો ખતરનાક જોવા મળી રહ્યો છે. આ વીડિયો ક્‍યાં નો છે તેની પૃષ્ટિ થઇ શકી નથી. વીડિયોમાં તમે જોઈ શકો છો કે ડોક્‍ટર યુવતીને બેસાડીને તેના કાનમાં ધીરે-ધીરે સાપને બહાર કાઢવાનો પ્રયત્‍ન કરે છે. આ દરમિયાન ડોક્‍ટર પોતાના હાથમાં મોજા પહેરીને ચીપિયાથી સાપને બહાર તરફ ખેચી રહ્યા છે

યુવતીના કાનમાં રહેલા પીળા રંગનો સાપ મોં ફાળેલો જોવા મળે છે. જેના પર નાની પટ્ટીઓ જોવા મળે છે. આ વીડિયોને અત્‍યાર સુધી ૨ લાખથી વધારે લોકો લાઇક કરી ચુક્‍યા છે. ૮ હજારથી વધારે લોકોએ આ વીડિયો પર કોમેન્‍ટ્‍સ કરી છે.

વીડિયો જોયા પછી સોશિયલ મીડિયા યુઝર્સ અજીબોગરીબ રિએક્‍શન આપી રહ્યા છે. એક યુઝરે લખ્‍યું કે સાપને બહાર કાઢી રહ્યો છો કે અંદર નાખી રહ્યા છો. એક યુઝરે લખ્‍યું કે યુવતી જંગલમાં ઊંઘી રહી હતી કે શું?

(11:42 am IST)