Gujarati News

Gujarati News

News of Thursday, 8th September 2022

ઓશો મેડિટેશનઃ આખુ વર્ષ - ૩૨૩

ઓશોના ધ્‍યાન પ્રયોગોને જીવનમાં ઉતારી લ્‍યો

આપ ધ્‍યાન અને ઓશો સાહિત્‍ય માટે આમંત્રીત છો. ધ્‍યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્‍યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્‍યા ધ્‍યાન થાય છે. છેલ્‍લા ૩૭ વર્ષોથી ધ્‍યાન, ઓશો સાહિત્‍ય -સન્‍યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્‍યાન મંદિર. 

સ્‍થળઃ ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્‍વામી સત્‍ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

બંધન

‘‘તમારે સો ટકા જવાબદારી લેવી જ પડશે અને જયારે તમે સૌએ સો ટકા જવાબદારી લઇ લેશો, તમે મુકત થઇ જશો અને પછી જગત સાથે તમારૂ કોઇ બંધન નહી રહે.''

અલબત ગુસ્‍સો એક પ્રકારનું બંધન છે. હું ગુસ્‍સો ના કરી શકુ કારણ કે મને કોઇ બંધન નથી હું વર્ષોથી કોઇ ઉપર ગુસ્‍સો નથી થયો કારણે કે હું બીજા કોઇને જવાબદાર ગણતો જ નથી હું મુકત છુ તો પછી શા માટે હું ગુસ્‍સે થાઉ? જો મારે ઉદાસ થવુ હોય તો તેના માટે હું આઝાદ છુ જો મારે ખુશ થઉ હોય તો તેના માટે પણ હું આઝાદ છુ આઝાદી કોઇથી ડરી ના શકે આઝાદી ગુસ્‍સે ના થઇ શકે એકવાર તમે જાણી લો કે તમે જ તમારી દુનીયા છો તો તમારી અંદર એક અલગ જ પ્રકારની સમજણ ઉત્‍પન્ન થઇ જશે.

સંકલન-

સ્‍વામી સત્‍યપ્રકાશજી

ભાષાંતર-

રાજેશ કુંભાણી

મો.૭૮૭૪૦ ૬૦૩૩૧

(10:34 am IST)