Gujarati News

Gujarati News

News of Thursday, 8th September 2022

સાયરસ મિષાીના દાદાને કારણે બની હતી મુગલ-એ-આઝમઃ ખર્ચ્‍યા હતાં રૂપિયા દોઢ કરોડ

પાલોનજી શાપોરજીને વિશ્વાસ હતો કે ફિલ્‍મ બોક્‍સ ઓફિસ પર સફળ થશે અને એ વખતે ભારતમાં ફિલ્‍મની કમાણી ૧૧ કરોડ થઇ હતી

મુંબઈ તા. ૮: રવિવારે રોડ એક્‍સિડન્‍ટમાં દેશના ધનિક પરિવારમાંથી આવતાં દિગ્‍ગજ ઉદ્યોગપતિ અને ટાટા સન્‍સના પુર્વ ચેરમેન સાયરસ મિષાીનું દુઃખદ અવસાન થયું હતું. રવિવાર, ૪ સપ્‍ટેમ્‍બરે અમદાવાદથી મુંબઈ આવતી વખતે પાલઘર નજીક તેમની મર્સિડિઝ કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી. તેમાં પાછળ બેઠેલા બંને વ્‍યક્‍તિઓના ઘટનાસ્‍થળે જ મોત થયા હતા. મળતકોમાંથી એક સાયરસ મિષાી હતા. દેશના જાણીતા બિઝનેસમેનમાં સ્‍થાન પામનારા સાયરસ મિષાીના દાદા પાલોનજી શાપોરજીનું ફિલ્‍મી દુનિયા સાથે કનેક્‍શન રહ્યું છે. તેમનું ખાસ કનેક્‍શન શાનદાર ફિલ્‍મ મુગલ-એ-આઝમ સાથે છે.

પાલોનજી શાપુરજી કોણ સાયરસ મિષાીના દાદા હતાં. શાપુરજી પાલોનજી મિષાીની ગણતરી દુનિયાના અબજોપતિઓમાં થતી હતી. તેમનો બોલિવુડ સાથે પણ ઘનિષ્ઠ સંબંધ હતો. લગભગ ૬૨ વર્ષ પહેલા રિલીઝ થયેલી મુગલ-એ-આઝમ ફિલ્‍મ ર્સ્‍ટલિંગ ઈન્‍વેસ્‍ટમેન્‍ટ કોર્પોરેશન પ્રાઈવેટ લિમિટેડના બેનર હેઠળ બનાવવામાં આવી હતી. આ ફિલ્‍મમાં પળથ્‍વીરાજ કપૂર, મધુબાલા અને દીલિપકુમાર લીડ રોલમાં હતા. આ ફિલ્‍મના નિર્માણ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ થયો હતો. ફિલ્‍મની સુંદરતામાં વધારો કરનારા સેટ અને શાનદાર લોકેશન પાછળ પણ કરોડો ખર્ચાયા હતા. આ ફિલ્‍મને પૂરી થવામાં ૧૪ વર્ષ લાગ્‍યા હતા એટલે કેટલો ખર્ચ થયો હશે તેનું અનુમાન બાંધી શકો છો. કહેવાય છે કે મુગલ-એ-આઝમના ગીત જબ પ્‍યાર કિયા તો ડરના કયાના શુટીંગમાં જ લગભગ ૧૫ લાખ રૂપિયા ખર્ચ થયો હતો. ગીત માટે લાહોરના શીશ મહેલનો સેટ બનાવામાં આવ્‍યો હતો.જેના નિર્માણમાં આશરે બે વર્ષ લાગ્‍યા હતા. ચર્ચા તો એવી પણ છે કે ઘણીવાર ડાયરેક્‍ટરને સેટ યોગ્‍ય ના લાગે તો તોડી પણ નાખવામાં આવ્‍યો હતો. એ વખતે સાયરસ મિષાીના દાદાએ ફિલ્‍મ માટે દોઢ કરોડ રૂપિયા ખર્ચ્‍યા હતા અને પાણીની જેમ રૂપિયા વહાવ્‍યા હતા. એ સમયે જે રૂપિયા ખર્ચ્‍યા તેની આજના સમયમાં વેલ્‍યુ ખૂબ વધી જાય છે. ભવ્‍ય સેટથી માંડીને બોલિવૂડના મોંઘા સ્‍ટારને કાસ્‍ટ કરવામાં આવ્‍યા હતા. પાલોનજી શાપોરજીએ આ ફિલ્‍મ બનાવવામાં કોઈ કસર નહોતી રાખી. તેમને વિશ્વાસ હતો કે આ ફિલ્‍મ બોક્‍સઓફિસ પર કમાલ કરશે અને એવું થયું પણ. આ ફિલ્‍મે માત્ર ભારતમાં જ એ વખતે ૧૧ કરોડ રૂપિયા કમાયા હતા.

(11:48 am IST)