Gujarati News

Gujarati News

News of Thursday, 8th September 2022

રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) માં એક મહિનો નોકરી કરાવ્યા પછી છૂટો કરવામાં આવતા કોન્સ્ટેબલે કલકત્તા હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા : કર્મચારીને 2015 થી 2022 સુધીના વચગાળાના સમયનો પગાર આપી નોકરીમાં પરત લેવા નામદાર કોર્ટનો આદેશ

કોલકત્તા : રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) માં નોકરીનો ઓર્ડર આપ્યા પછી અને એક મહિનો નોકરી કરાવ્યા પછી છૂટો કરવામાં આવતા એક કોન્સ્ટેબલે કલકત્તા હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા.જેના અનુસંધાને નામદાર કોર્ટે જણાવ્યું હતું કે રોજગારની તકો મર્યાદિત છે તેમછતાં મર્યાદિત સંખ્યામાં ખાલી જગ્યાઓને કારણે સહાનુભૂતિ દર્શાવી નોકરીમાં લેવો જોઈએ તે એકમાત્ર કારણ પૂરતું નથી. [શ્રી સુકદેબ મંડળ વિ યુનિયન ઓફ ઈન્ડિયા]

કર્મચારી વિરુદ્ધ એફ.આઈ.આર .નોંધાયેલી હતી તે બાબત તેણે અરજીપત્રકમાં છુપાવી હતી તેથી તેની નૈતિકતા ઉપર સવાલ ઉઠાવી તેને નોકરીમાંથી છૂટો કરી દેવાયો હતો. આથી નામદાર કોર્ટે અવલોકન કર્યું હતું કે એફ.આઈ.આર.પાછી ખેંચાઈ ગઈ છે. તેમજ એફ.આઈ.આર.માં કોઈ ગંભીર ગુનાનું વર્ણન નથી તેથી તેની નૈતિકતા ઉપર સવાલ ઉઠાવી શકાય નહીં.

આથી નામદાર કોર્ટે અરજદારને પુનઃસ્થાપિત કરવા અધિકારીઓને આદેશ આપ્યો હતો. તેમજ વધુ સ્પષ્ટતા કરી હતી કે અરજદાર વચગાળાના સમય માટે પગાર તેમજ નાણાકીય લાભ માટે હકદાર હશે જે દરમિયાન તેણે તેની બરતરફીને કારણે આર.પી.એફ.માં સેવા આપી ન હતી અને તે પગાર, વરિષ્ઠતા વગેરે સહિતના તમામ લાભો માટે હકદાર રહેશે.તેવું બી.એન્ડ.બી.દ્વારા જાણવા મળે છે.

(12:42 pm IST)