Gujarati News

Gujarati News

News of Thursday, 8th September 2022

કચ્છના ભચાઉમાં સ્ટેટ મોનીટરીંગ સેલનો દરોડો: દારૂનું લાઈવ કટિંગ થતું પકડી ૧૮.૫૪ લાખનો મુદ્દામાલ જપ્ત

હાઈવે ઉપર લોધેશ્વર હોટલ પાછળથી ૪ જણા ઝડપાયા, ૪ ફરાર

 (વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૮ : કચ્છમાં સ્ટેટ મોનીટરીંગ સેલે વધુ એક વખત સ્થાનિક પોલીસને ઊંઘતી રાખીને દારૂ ઝડપી પાડયો છે. એસએમસી પોલીસે ભચાઉ ભુજ હાઈવે ઉપર લોધેશ્વર હોટેલની પાછળ, પાંજરાપોળની પાસે મામાપીર ની દેરી પાસે ખુલ્લી જગ્યા માં દરોડો પાડીને દારૂનું થતું કટિંગ ઝડપી પાડ્યું છે. પૂર્વ કચ્છના ભચાઉ પોલીસ સ્ટેશનની હદમાંથી પોલીસે વિદેશી દારૂની બોટલ, ટીન નંગ 1076 જેની કિંમત રૂ. 4,36,980/- ઉપરાંત રોકડ રકમ રૂ. 11,500/-, વાહનો 7 કિંમત રૂ. 13,80,000/-, મોબાઈલ નંગ 7

 કિંમત રૂ 26,000/- એમ તમામ મુદ્દામાલ કુલ  રૂ. 18,54,480/- નો જપ્ત કર્યો છે. પોલીસે દારૂનું કટિંગ કરી રહેલા ચાર આરોપીઓ

(1) શિવમસિંહ ઉર્ફે ધર્મેન્દ્રસિંહ નરેન્દ્રસિંહ જાડેજા, (2) પ્રદિપસિંહ નરેન્દ્રસિંહ જાડેજા, (3)જીતેન્દ્રસિંહ સરૂભા સોઢા, (4) હરદેવસિંહ ચંદનસિંહ વાઘેલા ને ઝડપી પાડ્યા હતા. જ્યારે અન્ય ચાર આરોપીઓ  

 (1) અશોકસિંહ ઉર્ફે મામા બાલુભા જાડેજા (મુખ્ય આરોપી), (2) ભગીરથસિંહ ઉર્ફે ભગી દુર્ગાસિંહ જાડેજા, (3) 2 મોટરસાયકલ ના ચાલક એ ફરાર છે. આ દરોડાની કામગીરી પીઆઈ જી.જે. રાવત અને સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે પાડયો હતો.

(2:22 pm IST)