Gujarati News

Gujarati News

News of Thursday, 8th September 2022

નવા રિસર્ચ માટે પી ફાઇઝર કંપની કોરોના રસી આપવા માગતી નથી

વોશીંગ્ટનઃ કોરોનાના ભાવી મ્યુટેટો સામે લડવા માટે નેકસ્ટ જનરેશન કોરોના રસીઓનું રિસર્ચ ઘોંચમાં પડવાનો ભય સેવાઇ રહ્યો છે કે રિસર્ચરોને તેમના રિસર્ચ માટે વર્તમાન રસીઓ મેળવવામાં મુશ્કેલી પડી રહી છે.

પી ફાઇઝર અને મોડર્ના વર્તમાન રસીઓની પેટન્ટ ધરાવતી હોવાથી રિસર્ચરોએ નેઝલ અથવા પાન-કોરોના વાયરસી રસીઓ વિકસાવવા માટે વર્તમાન રસીઓ વાપરવા માટે કંપનીની પરમીશન લેવી પડે છે. અત્યારે પી ફાઇઝર પોતાની રસી રીસર્ચ માટે નથી આપતી એવુ તેના પ્રવકતાએ પત્રકારોને કહ્યુ હતું. મોડર્નાએ આના પર કોઇ પ્રતિક્રિયા પૂછવા છતા નથી આપી.

વીલ્લનોવા યુર્નિવસિટીમાં કાયદાની પ્રોફેસર આના સાન્ટોસ રૃચમેને કહ્યું કે પી ફાઇઝરનું વલણ કાયદેસરનુ છે અને કંપનીના વ્યાપારિક હિતો અનુસાર છે. તેણીએ કહ્યું, પેટન્ટ કરવામાં આવેલી વસ્તુનો જયારે તમારે ઉપયોગ કરવાનો હોય ત્યારે કાયદો બહુ કડક છે. તમારે શાના માટે તેનો ઉપયોગ કરવો છે તેનાથી કોઇ ફેર નથી પડતો, પછી ભલેને તમારે કેન્સરની દવા બનાવવી હોય.પણ કેટલાક યુનિવર્સિટી રિસર્ચરોની દલીલ છે આના લીધે ભવિષ્યમાં વધુ અસરકારક રસી વિકસાવવા માટેના વૈશ્વિક પ્રયાસોને અસર થઇ રહી છે. રસી લાખો ડોઝનો આમ પણ અત્યાર સુધીમાં અમેરિકા દ્વારા બગાડ થઇ ચૂકયો છે.

યેલ યુનિવર્સિટીની વાયરોલોજીસ્ટ અને ઇમ્યુનોલોજીસ્ટ અકીકો ઇવાસાકી એ કોરોના સામેની નેઝલ રસીનો અભ્યાસ તૈયાર કર્યો છે. તેણીની દલીલ છે કે નેઝલ રસી, ઇન્જેકશન દ્વારા અપાતી રસી કરતા ચેપ અને પ્રસાર સામે વધુ સુરક્ષા આપી શકે છે. પણ તેના પૂરતા અભ્યાસ માટે વર્તમાન રસીની જરૃર પડે છે. તેણે રસીના કેટલાક ડોઝ મેળવવા માટે પી-ફાઇઝરનો સંપર્ક કર્યો હતો પણ હજુ સુધી તેની રસી નથી મળી.ઇવાસાકીએ કહ્યુ, 'સારી રસી વિકસાવવા માટે અમારે સરખામણી માટે રસીની જરૃર પડે છે પણ અમને તે નથી મળી રહી.'

(4:39 pm IST)