Gujarati News

Gujarati News

News of Thursday, 8th September 2022

નેશનલ ટેસ્‍ટીંગ એજન્‍સી દ્વારા નીટ યુજી 2022ની પરિક્ષાનું પરિણામ જાહેરઃ વડોદરાની ઝીલ વ્‍યાસે ગુજરાતનું નામ રોશન કર્યુઃ નવમો નંબર મેળવ્‍યો

17.64 લાખથી વધુ પરિક્ષાર્થીઓએ પરિક્ષા આપી હતીઃ વેબસાઇટ ઉપર પરિણામ જાહેર

નવી દિલ્હીઃ નેશનલ ટેસ્ટીંગ એજન્સી દ્વારા નીટની પરિક્ષાનું પરિણામ જાહેર કરાયુ છે. વડોદરાની ઝીલ વ્યાસે ગુજરાતને ગૌરવ અપાવ્યુ છે.

 

આખરે ઉમેદવારોની આતુરતાનો અંત આવી ગયો છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ આજે NEET UG 2022 પરીક્ષાની ફાઈનલ આન્સર કી અને પરિણામ જાહેર કર્યું છે. પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી 31 ઓગસ્ટના રોજ જાહેર કરવામાં આવી હતી.  NEET UG 2022 પરીક્ષાનું આયોજન 17 જુલાઈના રોજ કરવામાં આવ્યું હતું. વર્ષે 15.97 લાખ ઉમેદવારે પરીક્ષા આપી હતી, જેમાં રાજસ્થાનની તનિષ્કા દેશમાં પ્રથમ આવી છે, રાજધાની દિલ્હીના વત્સ આશિષ બત્રા બીજા અને કર્ણાટકના હૃષિકેશ નાગભૂષણ ત્રીજા નંબરે રહ્યા હતા. જ્યારે ટોપ 50માં ગુજરાતના પાંચ વિદ્યાર્થીને સ્થાન મળ્યું છે.

ગુજરાતની ઝીલ વ્યાસે 99.9992066 પર્સેન્ટાઇલ સાથે દેશમાં નવમો ક્રમ પ્રાપ્ત કર્યો છે. પરીક્ષામાં સામેલ થનારા તમામ ઉમેદવારો સત્તાવાર વેબસાઈટ nta.ac.in અને neet.nta.nic.inની વિઝિટ કરીને પોતાનું સ્કોરકાર્ડ ડાઉનલોડ કરી શકશે. કેન્ડિડેટને પોતાના સ્કોરકાર્ડના આધારે તેમની પસંદગીની મેડિકલ કોલેજમાં એડમિશન મળશે. જે ઉમેદવારો NEET UG પરીક્ષા પાસ કરે છે તેઓ MBBS સિવાયના મેડિકલ અભ્યાસક્રમો જેમ કે, આયુષ કોર્સ, BDS અને BSc નર્સિંગમાં પ્રવેશ મેળવે છે.

પરીક્ષા કુલ 720 માર્ક્સની હોય છે. એમાં જનરલ કેટેગરીના ઉમેદવારો માટે ક્વાલિફાઇંગ પર્સેન્ટાઈલ 50 ટકા અને અનામત કેટેગરીના ઉમેદવારો માટે 40 ટકા હોય છે. મેડિકલ એડમિશન એક્સપર્ટના જણાવ્યા અનુસાર, જનરલ કેટેગરી માટે AIQ 15% કોટા હેઠળ સરકારી કોલેજમાં એડમિશન મેળવવા માટે ઉમેદવારોએ 650થી વધારે સ્કોર કરવો પડશે. વળી, સ્ટેટ કોટાની 85 ટકા સીટો પર 600થી વધુ સ્કોર ધરાવતા ઉમેદવાર સરકારી સીટ પર એડમિશન મેળવી શકે છે. બીજી તરફ OBC કેટેગરીના ઉમેદવારો માટે AIQ સીટો માટે સ્કોર 640 અને સ્ટેટ સીટો માટે 590 સુધી હોઈ શકે છે.

મેડિકલની પ્રવેશ પરીક્ષામાં 17.64 લાખથી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ઉત્તર પ્રદેશમાંથી સૌથી વધુ 1.17 લાખ ઉમેદવારો પાસ થયા છે, જ્યારે મહારાષ્ટ્રમાંથી 1.13 લાખ અને રાજસ્થાનમાંથી 82,548 ઉમેદવારો પાસ થયા છે. ભારતના 497 શહેરો અને દેશ બહારના 14 શહેરોના 3,570 કેન્દ્રો પર 17 જુલાઈએ યોજાયેલી પ્રવેશ પરીક્ષામાં લગભગ 95 ટકા હાજરી હતી.

NEET ના ટોપટેન તારલા

રાજસ્થાન- તનિષ્કા 715 માર્ક્સ

દિલ્હી NCT VTS – આશિષ બત્રા 715

કર્ણાટક હૃષીકેશ નાગભૂષણ ગાંગુલી 715

તેલંગાણા- ઈરાબેલી સિદ્ધાર્થ રાવ- 711

મહારાષ્ટ્ર- ઋષિ વિનય બાલસે- 710

પંજાબ અર્પિત નારંગ 710

ગુજરાત-જીલ વિપુલ વ્યાસ- 710

J&K- હાજીક પરવેઝ- 710

પશ્ચિમ બંગાળ સાયંતની ચેટર્જી 710

(5:19 pm IST)