Gujarati News

Gujarati News

News of Thursday, 8th September 2022

દિલ્હીમાં નાના બાળકો દારૂ અને ગાંજો વેચી રહ્યા છે : DCW ચીફ સ્વાતિ માલીવાલે દિલ્હી પોલીસને સમન્સ જારી કર્યું

ન્યુદિલ્હી : દિલ્હીમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, પ્રાપ્ત માહિતી અનુસાર, નાના બાળકો દેશી દારૂ અને ગાંજા વેચી રહ્યા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. આને ધ્યાનમાં રાખીને સ્વાતિ માલીવાલે દિલ્હી પોલીસને હાજરી માટે સમન્સ જારી કર્યું છે. દિલ્હીમાં ડ્રગ્સનો વેપાર એટલો ઝડપથી ફેલાઈ રહ્યો છે કે શાળાએ જતા બાળકો ગાંજા અને દેશી દારૂ વેચવા લાગ્યા છે.

વાઇરલ થયેલા વિડીઓમાં દર્શાવ્યા મુજબ જે બાળકોએ શાળાએ જઈને શિક્ષણ લેવું જોઈએ તેઓ પણ આ ગેરકાયદેસર દારૂ અને ડ્રગ્સના ધંધામાં ફસાઈ ગયા છે. આયોગે આ વ્યવસાય સાથે સંકળાયેલા બાળકોના ભવિષ્યને ધ્યાનમાં રાખીને આ પગલું ભર્યું છે અને આ મામલે તાત્કાલિક અને કડક પગલાં લેવા જણાવ્યું છે.

આ મામલાને ગંભીરતાથી લેતા DCW ચીફ સ્વાતિ માલીવાલે દિલ્હી પોલીસને સમન્સ જારી કરીને FIRની વિગતો અને આ કેસમાં ધરપકડ કરાયેલ લોકોની માહિતી માંગી છે. સાથે જ વીડિયોમાં દેખાતા બાળકો ચાઈલ્ડ વેલફેર કમિટી સમક્ષ હાજર થયા છે કે નહીં તેની સંપૂર્ણ માહિતી માંગવામાં આવી છે.તેવું પી.કે.દ્વારા જાણવા મળે છે.

(6:53 pm IST)