Gujarati News

Gujarati News

News of Thursday, 8th September 2022

ભારત- અફઘાનિસ્તાન મેચ પહેલા દુબઈ સ્ટેડિયમના ગેટ પર લાગી આગ: સ્ટેડિયમમાં ચોરતરફ ધુમાડો

મેચ થોડા સમય પુરતી મોકૂફ રખાઈ: આગમાં ઘણી વસ્તુઓ બળી ગઈ

 ભારત અને અફઘાનિસ્તાન મેચ પહેલા દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં આગ લાગી હતી.મેચ થોડા સમય પુરતી મોકૂફ રખાઈ હતી
 એશિયા કપમાંથી બહાર ફેંકાઈ ગયેલી બે ટીમ ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ખાલી ઔપચારિકતા ખાતર આજે એક મેચ રમાવાની છે. દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ બન્ને દેશ વચ્ચે મેચ રમાય તે પહેલા એક દુર્ઘટના ઘટી હતી.
દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ પરના મેઈન ગેટ પર કોઈ કારણને લીધે ભયાનક આગ લાગી હતી જેને કારણે થોડા સમય પુરતી મેચ મોકૂફ રાખી દેવાઈ હતી. આ સમાચાર લખાઈ રહ્યાં છે ત્યારે આગ બુઝાવવાનું કામ ચાલી રહ્યું છે. આગમાં ઘણી વસ્તુઓ બળી ગઈ હોવાનું પણ કહેવાય છે.આખું સ્ટેડિયમ ધૂમાડાથી ભરાઈ ગયું છે જાણકારી મુજબ એન્ટ્રી ગેટ પાસે એક બિલ્ડિંગમાં આગ લાગી હતી. જેનો ધુમાડો આખા સ્ટેડિયમની આસપાસ દેખાવા લાગ્યો હતો.

(7:14 pm IST)