Gujarati News

Gujarati News

News of Thursday, 8th September 2022

પીએમ મોદી સારા વ્યક્તિ છે. ભારતને મારાથી વધુ સારો મિત્ર ક્યારેય મળ્યો નથી :ડોનાલ્ડ ટ્રમ્પ

તેમણે એમ પણ કહ્યું કે, મને લાગે છે કે ભારતમાં મારાથી વધુ સારો અમેરિકન મિત્ર અને રાષ્ટ્રપતિ ક્યારેય નથી થયો

નવી દિલ્હી :અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન  મોદીના વખાણ કર્યા છે. તેમણે એક ઈન્ટરવ્યૂ દરમિયાન કહ્યું હતું કે પીએમ મોદી એક સારા વ્યક્તિ છે અને ખૂબ સારું કામ કરી રહ્યા છે. ટ્રમ્પે કહ્યું કે ભારતને મારાથી વધુ સારો મિત્ર ક્યારેય મળ્યો નથી. તેમણે સંકેત આપ્યો હતો કે તેઓ 2024માં યોજાનારી યુએસ પ્રમુખપદની રેસમાં ફરી પ્રવેશી શકે છે. ટ્રમ્પે કહ્યું કે મારા ભારત અને વડાપ્રધાન મોદી સાથે ખૂબ સારા સંબંધો રહ્યા છે. અમે મિત્રો હતા અને મને લાગે છે કે પીએમ મોદી એક મહાન વ્યક્તિ છે અને સારું કામ કરી રહ્યા છે. આ કોઈ સરળ કાર્ય નથી જે તેમને મળ્યું છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, મને લાગે છે કે ભારતમાં મારાથી વધુ સારો અમેરિકન મિત્ર અને રાષ્ટ્રપતિ ક્યારેય નથી થયો.

એક પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે રાષ્ટ્રપતિ બિડેન અને બરાક ઓબામા કરતા તેમના ભારત સાથે સારા સંબંધો છે. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે તમારે આ વિશે વડાપ્રધાન મોદીને પૂછવું પડશે. પરંતુ મને નથી લાગતું કે મારા કરતાં કોઈ અમેરિકન રાષ્ટ્રપતિના ભારત સાથે વધુ સારા સંબંધો હશે. તમને જણાવી દઈએ કે નવેમ્બર 2020માં અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પનો પરાજય થયો હતો. જોકે તેમણે ચૂંટણીમાં હાર ન માની અને ગોટાળાના આક્ષેપો કર્યા હતા. આ પછી તેમના સમર્થકોએ 6 જાન્યુઆરીએ કેપિટોલ હિલમાં કથિત રીતે હિંસાનો આશરો લીધો હતો. તાજેતરમાં રાષ્ટ્રપતિ જો બિડેને આ ઘટનાને લઈને ટ્રમ્પ અને તેમના સમર્થકોની હિંસા પર કડક ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું કે અમેરિકામાં રાજકીય હિંસા માટે કોઈ સ્થાન નથી.

(7:16 pm IST)