Gujarati News

Gujarati News

News of Thursday, 8th September 2022

સેન્સેક્સ ૬૫૯, નિફ્ટીમાં ૧૭૪ પોઈન્ટનો ઊછાળો

બેન્કિંગ, આઈટી અને ઓટો શેરોમાં જોરદાર ખરીદારી : ઓઈલના ભાવમાં નરમાઈ, વૈશ્વિક બજારોમાં આત્મવિશ્વાસના વળતરને કારણે સ્થાનિક નાણાકીય બજારોમાં ઉછાળો

મુંબઈ, તા.૮ : વૈશ્વિક બજારોમાં હકારાત્મક વલણ અને બે દિવસની ખોટ પછી, ગુરુવારે બેન્ચમાર્ક શેર સૂચકાંકો લગભગ એક ટકા વધ્યા હતા. બીએસઈના ૩૦ શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ ૬૫૯.૩૧ પોઈન્ટ અથવા ૧.૧૨ ટકા વધીને ૫૯,૬૮૮.૨૨ ના સ્તર પર બંધ થયા છે. દિવસ દરમિયાન, તે ૬૮૩.૦૫ પોઇન્ટ અથવા ૧.૧૫ ટકા વધીને ૫૯,૭૧૧.૯૬ પર પહોંચ્યો હતો. એનએસઈ નિફ્ટી ૧૭૪.૩૫ પોઈન્ટ અથવા ૦.૯૯ ટકા વધીને ૧૭,૭૯૮.૭૫ પર બંધ થયો હતો.

આજના કારોબારમાં બેક્નિંગ, આઈટી અને ઓટો શેરોમાં જોરદાર ખરીદારી જોવા મળી હતી. ટેક મહિન્દ્રા, એક્સિસ બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ભારતી એરટેલ, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, અલ્ટ્રાટેક સિમેન્ટ, બજાજ ફિનસર્વ, ઈન્ડસઈન્ડ બેંક અને એશિયન પેઈન્ટ્સ સેન્સેક્સમાં આજે જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો હતો. ટાટા સ્ટીલ, એનટીપીસી, ટાઇટન, નેસ્લે અને પાવર ગ્રીડના શેર આજે નબળા હતા.

જિયોજિત ફાઇનાન્શિયલ સર્વિસિસના રિસર્ચ હેડ વિનોદ નાયરે જણાવ્યું હતું કે ઓઈલના ભાવમાં નરમાઈ અને વૈશ્વિક બજારોમાં આત્મવિશ્વાસના વળતરને કારણે સ્થાનિક નાણાકીય બજારોમાં આજે ઉછાળો જોવા મળ્યો હતો. આનાથી રોકાણકારોની વધતી જતી ફુગાવાની ચિંતા દૂર થઈ. એપઆઈઆઈના પ્રવાહમાં સતત વધારો ભારતીય બજારોને સ્થિતિસ્થાપક રહેવામાં મદદ કરી રહ્યો છે. એશિયામાં, સિઓલ અને ટોક્યોના બજારો લીલા રંગમાં બંધ થયા હતા, જ્યારે શાંઘાઈ અને હોંગકોંગ નીચા બંધ હતા. મધ્ય-સત્રના કારોબાર દરમિયાન યુરોપિયન બજારો મિશ્ર સ્તરે ટ્રેડ થઈ રહ્યા હતા. બુધવારે અમેરિકી બજારો જોરદાર બંધ થયા. દરમિયાન, આંતરરાષ્ટ્રીય તેલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ૦.૪૯ ટકા ઘટીને બેરલ દીઠ ૮૭.૫૭ ડોલર પર આવી ગયું છે. વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઈઆઈએસ) ચોખ્ખા ખરીદદાર રહ્યા કારણ કે તેઓએ બુધવારે રૂ. ૭૫૮.૩૭ કરોડના શેર ખરીદ્યા હતા, એમ એક્સચેન્જ ડેટા અનુસાર જામવા મળ્યું છે.

ક્રૂડ ઓઈલના ભાવમાં નરમાઈ અને સ્થાનિક ઈક્વિટી બજારોમાં મજબૂત વલણ વચ્ચે ગુરુવારે રૂપિયો યુએસ ડોલર સામે ૨૩ પૈસા વધીને ૭૯.૭૨ (કામચલાઉ) પર પહોંચ્યો હતો. ઇન્ટરબેંક ફોરેક્સ માર્કેટમાં ગ્રીનબેક સામે રૂપિયો ૭૯.૭૨ પર ખુલ્યો હતો. પાછલા સત્રમાં રૂપિયો ૭૯.૭૨ પર બંધ થયો હતો. ડૉલર ઇન્ડેક્સ, જે છ ચલણો સામે ગ્રીનબેકની મજબૂતાઈને માપે છે, તે ૦.૧૧ ટકા ઘટીને ૧૦૯.૭૨ થયો હતો. ગ્લોબલ ઓઇલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર્સ ૦.૬૦ ટકા ઘટીને ૮૭.૪૭ ડોલર પ્રતિ બેરલ થયું હતું.

(7:28 pm IST)