Gujarati News

Gujarati News

News of Thursday, 8th September 2022

અશ્વેત હુમલાખોરે ફેસબુક લાઈવ કરી ફાયરિંગ કરતા બેનાં મોત

અમેરિકાના ટેનિસી રાજ્યના મેમ્ફિસની ઘટના : ફરાર આરોપીની ઓળખ એઝેકીલ કેલી તરીકે થઈ, લોકોને બિનજરૂરી ઘર બહાર ન જવા પોલીસની સલાહ

ટેનેસી, તા.૮ : અમેરિકાના ટેનેસી રાજ્યના મેમ્ફિસ શહેરમાં ૧૯ વર્ષીય અશ્વેત શંકાસ્પદ વ્યક્તિએ બુધવારે સાંજે અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો અને તેનું ફેસબુક પર લાઈવ રેકોર્ડિંગ કર્યું હતું. આ ઘટનામાં બે લોકોના મોત થઈ ગયા હતા.

પોલીસે આ અંગેની માહિતી આપી છે. ફરાર આરોપીની ઓળખ એઝેકીલ કેલી તરીકે થઈ છે.

મેમ્ફિસ પોલીસ વિભાગે ટ્વીટ કર્યું કે, અમે એક અશ્વેત વ્યક્તિને શોધી રહ્યા છે જે અનેક શૂટિંગ માટે જવાબદાર છે. અમને રિપોર્ટ મળી રહી છે કે, તે ફેસબુક પર તે ઘટનાને રેકોર્ડ કરી રહ્યો છે પરંતુ અમારી પાસે સૂચના નથી કે, તે હાલમાં કયા વિશિષ્ટ સ્થળ પર છે. પોલીસે નાગરિકોને ઘરની અંદર જ રહેવાનો આગ્રહ કર્યો છે. પોલીસે કહ્યું કે, શંકાસ્પદ આરોપી હજુ પણ ફરાર છે. જો તમારે જરૂરી કામથી બહાર જવાનું ન હોય તો જ્યાં સુધી આ ઘટનાનું સમાધાન ન થઈ જાય ત્યાં સુધી ઘરની અંદર જ રહો. પોલીસે કિશોરીની તસવીર સાથે તે જે વાહન ચલાવતો હતો તેની વિગતો જાહેર કરી છે. પોલીસે કહ્યું છે કે હુમલાખોર શરૂઆતમાં બ્લુ સિલ્વર સેડાનમાં હતો પરંતુ હવે તે ગ્રે એસયુવીમાં છે.

(7:29 pm IST)