Gujarati News

Gujarati News

News of Thursday, 8th September 2022

ભારતમાં દર વર્ષે અંદાજે ૬૫૦૦૦ બાળકો ગુમ થાય છે

સમગ્ર વિશ્વમાં ચાઈલ્ડ ટ્રાફિકિંગ મોટી સમસ્યા : બાળકોમાં માટે અસુરક્ષિત મ.પ્ર, મિઝોરમમાં કેસ નહીં

નવી દિલ્લી, તા.૮ : આખી દુનિયામાં ચાઈલ્ડ ટ્રાફિકિંગ મોટી સમસ્યા છે. બાળકોનું અપહરણ કરીને તેમને આતંક, દેહવેપાર અને ચોરીના ધંધામાં ધકેલી દેવામાં આવે છે. આ એક એવી સમસ્યા છે જેનાથી દરેક રાજ્ય પરેશાન છે. ગુમ બાળકોની યાદમાં ૨૫ મેના રોજ દુનિયાભરમાં ઈન્ટરનેશનલ ચિલ્ડ્રન્સ મિસિંગ ડે ઉજવવામાં આવે છે. ભારતમાં દર વર્ષે ૬૫,૦૦૦ બાળકો ગુમ થાય છે. અને વર્ષોવર્ષ તેમાંસતત વધારો થતો જઈ રહ્યો છે. દરેક ચારમાંથી ત્રણ ગુમ બાળકોમાં એક દીકરીનો સમાવેશ થાય છે.

છેલ્લા પાંચ વર્ષના આંકડા જોઈએ તો બાળકો ગુમ થવાના ૩,૨૬,૨૯૦ કેસ સામે આવ્યા છે. જેમાં ૨૦૨૦માં ૫૯,૨૬૨ બાળકો ગુમ થયા. આ પહેલાં ૨૦૧૯માં તે આંકડો ૭૩,૧૩૮ હતો. ૨૦૧૮માં દેશમાં ૬૭,૧૩૪ કેસ બાળકો ગુમ થવાના નોંધાયા હતા. ૨૦૧૭માં તે આંકડો ૬૩,૩૪૯ હતો.જ્યારે ૨૦૧૬માં બાળકો ગુમ થવાનો આંકડો ૬૩,૪૦૭ હતો.

હવે તમારે એ પણ જાણી લેવું જોઈએ કે કયા રાજ્યમાં બાળકો સૌથી વધુ અસુરક્ષિત છે. જેમાં મધ્ય પ્રદેશમાં ૨૬૬૮ બાળકો ગુમ થયા. તો ૧૧,૮૮૫ બાળકી ગુમ થઈ. કુલ ૧૪૫૫૩ બાળકો મધ્ય પ્રદેશમાંથી ગુમ થયા. પશ્વિમ બંગાળમાં ૧૪,૦૭૧ બાળકો ગુમ થયા. જેમાં ૨૫૯૦ બાળકો અને ૧૧,૪૮૧ બાળકીનો સમાવેશ થાય છે. બિહારમાં ૧૨,૦૬૪ બાળકો ગુમ થયા. જેમાં ૨૦૬૫ બાળકો અને ૯૯૯૯ દીકરીઓનો સમાવેશ થાય છે. દિલ્લીમાં ૧૦,૬૫૬ બાળકો ગુમ થયા હતા. જેમાં ૩૩૫૪ બાળકો અને ૭૩૦૨ બાળકીઓ ગુમ થઈ. મહારાષ્ટ્રમાં ૨૭૯૨ બાળકો ગુમ થયા. તો ૪૫૧૭ દીકરીઓ ગુમ થઈ. જ્યારે કુલ ૭૩૦૯ બાળકો ગુમ થયા.

દેશના કયા રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશમાં શું છે સ્થિતિ તેના પર નજર કરીએ તો દાદરા નગર હવેલી, દમણ અને દીવમાં ૨૪ બાળકો ગુમ થવાના કેસ નોંધાયા. તો નાગાલેન્ડમાં ૩૦ કેસ, આંદામાન નિકોબારમાં ૩૩ કેસ અને પુડુચેરીમાં ૪૯ કેસ નોંધાયા. જ્યારે મિઝોરમમાં એકપણ કેસ નોંધાયો નથી. આ સિવાય લદાખમાં ૫ કેસ, સિક્કિમમાં ૧૬ કેસ અને અરુણાચલ પ્રદેશમાં ૧૮ કેસ નોંધાયા છે.

મધ્ય પ્રદેશમાં ૨૬૬૮ બાળકો ગુમ થયા. જ્યારે ૧૧,૮૮૫ બાળકીઓ ગુમ થઈ. પશ્વિમ બંગાળમાં ૨૫૯૦ બાળકો ગુમ થયા. જ્યારે ૧૧,૪૮૧ બાળકીઓ ગુમ થઈ. બિહારમાં ૨૦૬૫ બાળકો ગુમ થયા. જ્યારે ૯૯૯૯ બાળકીઓ ગુમ થઈ. ઓડિશામાં ૧૦૯૭ બાળકો ગુમ થયા. જ્યારે ૫૮૧૫ બાળકીઓ ગુમ થયા. જ્યારે ભારતમાં ૨૮,૯૭૬ બાળકો ગુમ થયા. જ્યારે ૭૯,૨૩૩ બાળકીઓ ગુમ થઈ. એટલે કે દર ત્રણમાંથી એક દીકરી દેશમાં ગુમ થઈ રહી છે. ત્યારે સવાલ એ થઈ રહ્યો છેકે દેશમાં બાળકીઓ કેમ ગુમ થઈ રહી છે.

(7:31 pm IST)