Gujarati News

Gujarati News

News of Thursday, 8th September 2022

નરેન્દ્રભાઈએ ઈન્ડિયા ગેટ પર ૨૮ ફૂટ ઊંચી નેતાજીની પ્રતિમાનું અનાવરણ કર્યું

નરેન્દ્રભાઈએ રાષ્ટ્રપતિ ભવનથી ઈન્ડિયા ગેટ સુધીના નવા નામકરણ સાથે "કર્તવ્ય પથ"નું પણ ઉદ્ઘાટન કર્યું હતું.

નવી દિલ્હી :આજે સાંજે પાટનગર નવી દિલ્હી ખાતે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ 28 ફૂટ ઊંચી નેતાજી સુભાષચંદ્ર બોઝની ભવ્ય મૂર્તિનું અનાવરણ કર્યું. આ પ્રતિમા કેન્દ્રના રૂ. ૧૩૪૫૦ કરોડના સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટનો એક ભાગ છે, જેમાં નવુ સંસદ ભવન અને વડાપ્રધાન તથા  ઉપરાષ્ટ્રપતિ માટેના નવા રહેઠાણ હશે.

: ઉત્તર અને દક્ષિણ બ્લોક, રાષ્ટ્રપતિ ભવનની બાજુમાં આવેલી સચિવાલયની ઇમારતોને મ્યુઝિયમમાં પરિવર્તિત કરવામાં આવશે.
 સુભાષબાબુના પુત્રી આ પ્રસંગે હાજર રહી ન શક્યા તેનો અફસોસ વ્યક્ત કરતા તેમણે કહ્યું હતું કે નેતાજીના અંતિમ અવશેષો ભારત પાછા લાવવા જોઈએ.
બ્લેક ગ્રેનાઈટની મૂર્તિ ૨૮૦ મેટ્રિક ટન વજનના ગ્રેનાઈટના એકવિધ બ્લોકમાંથી કોતરવામાં આવી છે.
 પ્રતિમા માટે લેવામાં આવેલ ગ્રેનાઈટનો બ્લોક તેલંગણાથી દિલ્હી લઈ જવામાં આવ્યો હતો અને બે મહિનામાં તેમાંથી પ્રતિમા કોતરવામાં આવી હતી.
નરેન્દ્રભાઈએ રાષ્ટ્રપતિ ભવનથી ઈન્ડિયા ગેટ સુધીના નવા નામકરણ સાથે "કર્તવ્ય પથ"નું પણ ઉદ્ઘાટન કર્યું હતું.

 

(8:04 pm IST)