Gujarati News

Gujarati News

News of Thursday, 8th September 2022

મુંબઈ-થાણેમાં ભારે વરસાદને કારણે મુંબઈ લોકલ ટ્રેન સેવાને માઠી અસર

મધ્ય રેલવેથી થાણે, કર્જત અને કસારા દિશામાં જતા મુસાફરો ભારે પરેશાન

મુંબઈ-થાણેમાં મુશળધાર વરસાદને કારણે મુંબઈ લોકલ ટ્રેન સેવાને માઠી અસર થઈ છે. મધ્ય રેલવેથી થાણે, કર્જત અને કસારા દિશામાં જતા મુસાફરો પરેશાન છે. ઓફિસથી ઘરે જવા માટે CSMT સ્ટેશન પર મોટી સંખ્યામાં મુસાફરો એકઠા થયા છે અને ટ્રેનની રાહ જોઈ રહ્યા છે. ટ્રેનો લગભગ 15-20 મિનિટ મોડી ચાલી રહી છે. રેલવે ટ્રેકમાં ભરાયેલા પાણીને સાફ કરવાના પ્રયાસો ચાલુ છે. વિવિધ સ્થળોએ રસ્તાઓ પર પણ પાણી ભરાઈ ગયા છે. અંધેરી સબવે બંધ કરી દેવામાં આવ્યો છે

લોકોના ઘરોમાં પાણી ઘુસી ગયા છે. ગણેશ ઉત્સવને કારણે મુંબઈ અને થાણેમાં ઘણા લોકો રજા પર છે. આમ છતાં ઓફિસથી નીકળવાનો સમય હોવાથી ઘરે જતા મુસાફરોની ભીડ રેલ્વે સ્ટેશનો પર એકઠી થઈ ગઈ છે. મુંબઈ અને થાણે ઉપરાંત સોલાપુર અને નાસિકમાં પણ ભારે વરસાદના અહેવાલ છે.

(8:28 pm IST)