Gujarati News

Gujarati News

News of Thursday, 8th September 2022

ભારત અને ચીનના સૈનિકો વચ્ચે 16માં રાઉન્ડની સૈન્ય વાર્તા બાદ સહમતિ થતાં લદ્દાખમાં સૈનિકોનું હટવાનું શરૂ

સૈન્ય વાર્તા બાદ સહમતિ થતાં લદ્દાખમાં ગોગરા અને હોટ સ્પ્રિંગ્સથી હટવાનું શરૂ

નવી દિલ્હી : ભારત અને ચીનના સૈનિકો વચ્ચે 16માં રાઉન્ડની સૈન્ય વાર્તા બાદ સહમતિ થતાં લદ્દાખમાં ગોગરા અને હોટ સ્પ્રિંગ્સથી હટવાનું શરૂ કર્યું છે. બંને પક્ષે સંયુક્ત નિવેદનમાં જણાવ્યું કે ભારતીય અને ચીની સૈનિકોએ 16માં રાઉન્ડની સૈન્ય વાર્તા બાદ સહમતિ થતાં લદ્દાખમાં ગોગરા અને હોટ સ્પ્રિંગ્સથી હટવાનું શરૂ કર્યું છે.

સંયુક્ત નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે 8મી સપ્ટેમ્બર 2022ના રોજ ભારત-ચીન કોર કમાન્ડરની બેઠકના 16માં રાઉન્ડમાં થયેલી સહમતિ મુજબ ગોગરા અને હોટ સ્પ્રિગ્સથી યોજનાબદ્ધ રીતે હટવાનું શરૂ કર્યું હતું. જેને સીમાવર્તી વિસ્તારોમાં શાંતિ માટે અનુકુળ માનવામાં આવે છે.

પૂર્વી લદ્દાખમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે જારી તણાવને ઘટાડવા મુદ્દે આ સારા સમાચાર છે. 17મી જુલાઈના રોજ ચિશૂલમાં યોજાયેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આનાથી સીમા પર શાંતિ અને વિશ્વાસની જાળવણીમાં વધારો થશે

(8:41 pm IST)