Gujarati News

Gujarati News

News of Thursday, 8th September 2022

બ્રિટનની મહારાણી એલિઝાબેથનું દુઃખદ નિધન ; શાહી પરિવારના સભ્યો સ્કોટલેન્ડ પહોંચ્યા

બ્રિટનની મહારાણી એલિઝાબેથનું નિધન : છેલ્લા કેટલાક દિવસોથી તેમના સ્વાસ્થ્યને લઈને ડૉક્ટર ચિંતિત હતા.

બ્રિટનની મહારાણી એલિઝાબેથનું નિધન થયું છે. છેલ્લા કેટલાક દિવસોથી તેમના સ્વાસ્થ્યને લઈને ડૉક્ટર ચિંતિત હતા. તેમને તબીબી દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા હતા. આ માહિતી બકિંગહામ પેલેસને લઈને આપવામાં આવી હતી.

આ વર્ષે જૂનમાં બ્રિટનની મહારાણી એલિઝાબેથ દ્વિતીયના શાસનના 70 વર્ષ પૂર્ણ થયા હતા.આ પ્રસંગે ચાર દિવસીય પ્લેટિનમ જ્યુબિલી સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. સમારોહના ત્રીજા દિવસે, પ્રિન્સ ચાર્લ્સ અને તેમના પુત્ર પ્રિન્સ વિલિયમે બકિંગહામ પેલેસની સામે એક વિશેષ કોન્સર્ટમાં રાણીનું સન્માન કર્યું હતું. આ સમારોહમાં લગભગ 22,000 લોકો પાર્ટીમાં એકઠા થયા હતા, જેની સામે ડાયના રોસ, રોક બેન્ડ ક્વીન, દુરાન દુરાન, એલિસિયા કીઝ અને અન્ય જેવા કલાકારોએ પરફોર્મ કર્યું હતું.

આ દરમિયાન તેમના પુત્રો પ્રિન્સ વિલિયમ અને પ્રિન્સ એન્ડ્ર્યુ બાલમોરલ પહોંચી ગયા છે. મહેલની બહારની તસવીરમાં પ્રિન્સ વિલિયમ પોતે કાર ચલાવી રહ્યા હોવાનું જોવા મળ્યું હતું. આ સાથે જ પ્રિન્સ હેરી પણ સ્કોટલેન્ડ પહોંચી રહ્યા છે. દરમિયાન, મહેલની બહાર મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા.

 રાણીનો પુત્ર, પ્રિન્સ ચાર્લ્સ, તેની પત્ની, ડચેસ ઓફ કોર્નવોલ, કેમિલા સાથે બાલમોરલ ખાતે છે. તેમના પૌત્ર, ડ્યુક ઑફ કેમ્બ્રિજ, અન્ય પુત્રો, ડ્યુક ઑફ યોર્ક અને અર્લ ઑફ વેસેક્સ અને તેમની પત્ની, કાઉન્ટેસ ઑફ વેસેક્સ સોફી, સ્થાનિક સમય પ્રમાણે સવારે 4 વાગ્યે એબરડિન એરપોર્ટ પર પહોંચ્યા.

ડ્યુક ઓફ સસેક્સ પ્રિન્સ હેરી પણ બાલમોરલ ખાતે આવી રહ્યા છે. એક પ્રવક્તાએ કહ્યું કે તેની પત્ની મેઘન તેની સાથે બાલમોરલ આવી રહી નથી. દરમિયાન, પાયાવિહોણી અટકળોને લઈને ચેતવણી પણ આપવામાં આવી છે. જો કે, મંગળવારે, રાણીએ તાજેતરમાં ચૂંટાયેલા વડા પ્રધાન લિઝ ટ્રુસની નિમણૂક પર હસતાં હસતાં ફોટા પાડ્યા હતા. બાદમાં તેમની તબિયત લથડી હતી અને ડોકટરો સતત તેમની સંભાળ રાખતા હતા.

(12:27 am IST)