Gujarati News

Gujarati News

News of Thursday, 8th September 2022

મહારાણી એલિઝાબેથના નિધન બાદ હવે તેમના મોટા પુત્ર ચાર્લ્સને રાજા બનાવાશે

લંડનના સેન્ટ જેમ્સ પેલેસમાં વરિષ્ઠ સંસદસભ્યો, સનદી અધિકારીઓ, મેયર, ચાર્લ્સને ઔપચારિક રીતે રાજા બનાવવામાં આવશે.

નવી દિલ્હી : બ્રિટેનના મહારાણી એલિઝાબેથ-2નું 96 વર્ષની વયે સ્કોટલેન્ડના બાલ્મોરલ કાસલમાં ક્વીને લીધા અંતિમ શ્વાસ લીધા છે જેના બ્રિટેનમાં જ નહીં વિશ્વમાં શોકનો માહોલ છવાયો છે. મહારાણી એલિઝાબેથના નિધન બાદ હવે તેમના મોટા પુત્ર ચાર્લ્સને રાજા બનાવવામાં આવ્યો છે.

73 વર્ષીય ચાર્લ્સ ઓસ્ટ્રેલિયા, કેનેડા અને ન્યૂઝીલેન્ડ સહિત અન્ય 14 પ્રદેશોના વડા પણ બન્યા છે. શાહી પરિવારના નિયમો અનુસાર એલિઝાબેથ દ્વિતીયની વિદાય પછી ચાર્લ્સે સત્તા સંભાળવાની હતી. તમને જણાવી દઈએ કે મહારાણી એલિઝાબેથ દ્વિતીયએ માત્ર 25 વર્ષની વયે સત્તા સંભાળી હતી. એલિઝાબેથે તેના પિતા રાજા જ્યોર્જ VIના મૃત્યુ પછી જ રાણી બન્યા હતા. તેમણે 70 વર્ષ સુધી શાસન કર્યું અને ઘણા વડા પ્રધાનોને ઉદય અને પતન જોયા.

જો કે હવે મહારાણી એલિઝાબેથ દ્વિતીયનો યુગ પૂરો થઈ ગયો છે, પરંતુ તેમના મોટા પુત્ર ચાર્લ્સ પર મોટી જવાબદારી છે. નિયમો અનુસાર, એલિઝાબેથના મૃત્યુ પછી તરત જ ચાર્લ્સને નવા રાજા જાહેર કરવામાં આવે છે. લંડનના સેન્ટ જેમ્સ પેલેસમાં વરિષ્ઠ સંસદસભ્યો, સનદી અધિકારીઓ, મેયર, ચાર્લ્સને ઔપચારિક રીતે રાજા બનાવવામાં આવશે

(12:35 am IST)