Gujarati News

Gujarati News

News of Monday, 8th November 2021

સમીર વાનખેડેની સાળી પણ ડ્રગ્સ કારોબારમાં સામેલઃ નવાબ મલિક દ્વારા એનસીબીના અધિકારી સમીર વાનખેડે પર ગંભીર આરોપો લગાવામાં આવ્યા

નવાબ મલિકે સમીર વાનખેડેને એવો પ્રશ્ન કર્યો હતો કે શું તમારી સાળી હર્ષદા ડ્રગ્સ કારોબારમાં શામેલ છે? ટ્વીટર દ્વારા નવાબ મલિકે આ વાત લોકો સમક્ષ મુકી

મુંબઇ મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિકે એનસીપીના અધિકારી સમીર વાનખેડે પર ફરી ગંભીર આક્ષેપો કર્યા છે. જેમા તેમણે એવું કહ્યું છે કે સમીર વાનખેડેની સાળી પણ ડ્રગ્સ કારોબારમાં સામેલ છે.

ડ્રગ્સ કેસ મામલે મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિક દ્વારા એનસીબીના અધિકારી સમીર વાનખેડે પર ગંભીર આરોપો લગાવામાં આવ્યા છે. ત્યારે હવે તેમણે એવી વાત કરી છે કે એનસીબી અધિકારીની પત્ની ક્રાંતિ રેડકરની બહેન હર્ષદા દીનાનાથ રેડકર ડ્રગ્સ કારોબાર સાથે જોડાયેલી છે. જેમા ટ્વીટર દ્વારા નવાબ મલિકે આ વાત લોકો સમક્ષ મુકી છે.

સમીર વાનખેડેએ પણ કર્યા સવાલો 

સમગ્ર મામલે નવાબ મલિકે અમુક સ્ક્રિન શોટ પણ મોકલ્યા છે. પરંતું આ મામલે અધિકારી વાનખેડે દ્વારા પણ નિવેદન આપવામાં આવ્યું છે. નવાબ મલિકે સમીર વાનખેડેને એવો પ્રશ્ન કર્યો હતો કે શું તમારી સાળી હર્ષદા ડ્રગ્સ કારોબારમાં શામેલ છે? સાથે જ તેમણે એવું પણ કહ્યું હતું કે તમારે આ વાતનો જવાબ આપવો પડશે. 

વાનખેડેના પિતાએ કરી છે હાઈકોર્ટમાં અરજી 

વધુમાં સમીર વાનખેડેએ નવાબ મલીકને એવો સવાલ પણ કર્યો કે આખરે હું આ મામલે કેવી રીતે જોડાયેલો હોઈ શકો તે મને જણાવો. વાનખેડેનો પરિવાર પણ નવાબ મલિક પર અપમાનના આરોપો લગાવી ચુક્યો છે. સમીર વાનખેડેના પિતાએ પણ નવાબ મલિક સામે બોમ્બે હાઈકોર્ટમાં અરજી નાખી છે. જેમા તેમણે 1.25 કરોડનો દાવો તેમની સામે ઠોક્યો છે. 

અરજીને લઈને નવાબ મલિક સામે ઉઠ્યા સવાલો 

ઉલ્લેખનીય છે કે સમગ્ર મામલે સમીર વાનખેડેના પિતાએ અરજીમાં એ વાતનો ઉલ્લેખ કર્યો છે કે નવાબ મલિકની આરોપોને કારણે તેમના ચરિત્રને તેમજ તેમની પ્રતિષ્ઠાને ઘણું નુકશાન પહોચ્યું છે. જેથી આ મામલે નવાબ માલિક સામે પણ ઘણા સવાલો ઉઠ્યા છે. 

(12:59 pm IST)