Gujarati News

Gujarati News

News of Monday, 8th November 2021

કૃપોષિત બાળકોની સંખ્યા ગુજરાત, મહારાષ્‍ટ્ર અને બિહાર રાજ્યમાં સૌથી વધુઃ આરટીઆઇના જવાબમાં મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલ આં(ડા ચિંતાજનક

કુપોષણ બાળકોને જલ્દી ઓળખવા અને તબિયત બગડતા રોકવા યોગ્ય સારવાર તાબડતોબ શરૂ કરવી જરૂરી

નવી દિલ્હી: ભારતમાં 33 લાખથી વધુ બાળક કુપોષિત છે. જેમાંથી અડધાથી વધુ ગંભીર રીતે કુપોષિત શ્રેણીમાં આવે છે. જે રાજ્યમાં કુપોષિત બાળકોની સંખ્યા વધારે છે તેમાં ગુજરાત, મહારાષ્ટ્ર અને બિહાર સૌથી વધુ છે.

આ આંકડા એક આરટીઆઇ (RTI)ના જવાબમાં મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે આપ્યા છે. મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે ચિંતા વ્યક્ત કરી છે કે કોવિડ મહામારીને કારણે ગરીબ લોકોમાં સ્વાસ્થ્ય અને પોષણ સંકટ વધી શકે છે. મંત્રાલય અનુસાર, 14 ઓક્ટોબર, 2021 સુધી દેશમાં 17.76 લાખ બાળક ગંભીર રીતે કુપોષિત હતા અને 15.46 લાખ બાળક મધ્યમ રીતે કુપોષિત છે.

એક વર્ષમાં વધી ગયા 91% કેસ

33.23 લાખ કુપોષિત બાળકોનો આ આંકડો દેશના 34 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં પોષણ ટ્રેકર એપથી લેવામાં આવ્યા છે. ગત વર્ષના આંકડાની તુલનામાં નવેમ્બર 2020 અને 14 ઓક્ટોબર, 2021 વચ્ચે ગંભીર રીતે કુપોષિત બાળકોની સંખ્યામાં 91 ટકાનો વધારો જોવા મળ્યો છે- આ સંખ્યા 9.27 લાખથી વધીને 17.76 લાખ થઇ ગઇ છે.

ગુજરાત,મહારાષ્ટ્ર અને બિહારમાં સૌથી વધુ કુપોષિત બાળક

પોષણ ટ્રેકરમાંથી મળેલા આંકડા અનુસાર મહારાષ્ટ્રમાં કુપોષિત બાળકોની સંખ્યા સૌથી વધારે છે એટલે કે 6.16 લાખ દર્જ કરવામાં આવી છે. (1.57 લાખ MAM અને 4.58 લાખ SAM). યાદીમાં બીજા નંબર પર બિહાર છે જ્યા 4.75 લાખ કુપોષિત બાળક છે. (3.24 લાખ MAM અને 1.52 લાખ SAM) છે. ત્રીજા નંબર પર ગુજરાત છે, જ્યા 3.20 લાખ કુપોષિત બાળક છે. (1.55 લાખ MAM અને 1.65 લાખ SAM).

અન્ય રાજ્યમાં આંધ્ર પ્રદેશમાં 2.76 લાખ અને કર્ણાટકમાં 2.49 લાખ બાળક કુપોષિત છે. ઉત્તર પ્રદેશમાં 1.86 લાખ, તમિલનાડુમાં 1.78 લાખ, આસામમાં 1.76 લાખ અને તેલંગાણામાં 1.52 લાખ બાળક કુપોષિત છે. નવી દિલ્હીમાં 1.17 લાખ બાળક કુપોષિત છે.

કુપોષણને ઓળખવા સૌથી જરૂરી

અપોલો હોસ્પિટલ્સ ગ્રુપ મેડિકલ ડિરેક્ટર અને સીનિયર પીડિયાટ્રિશિયન અનુપમ સિબ્બલે કહ્યુ કે કુપોષને જલ્દી ઓળખવા અને કુપોષણને બગડતા રોકવા માટે યોગ્ય સારવાર શરૂ કરવી ઘણી જરૂરી છે, તેમણે કહ્યુ, “આપણે જાણીયે છીએ કે કુપોષિત બાળકમાં સંક્રમણનો ખતરો વધુ હોય છે, તેમાં ઉર્જા ઓછી હોય છે અને સ્કૂલમાં તે ક્ષમતા કરતા ઓછુ પ્રદર્શન કરી શકે છે. કુપોષણને મેનેજ કરવા માટે એક સમગ્ર દ્રષ્ટિકોણની જરૂરત છે, જેની શરૂઆત ગર્ભવતી અને સ્તનપાન કરાવનારી મહિલાઓના પુરતા પોષણથી હોય છે. જેમાંથી છ મહિના બાળકો માટે વિશેષ સ્તનપાન અને બાળકોના જીવનની શરૂઆત 5 વર્ષમાં સંતુલિત પોષણ પર ધ્યાન આપવાનું સામેલ છે.

મહત્વપૂર્ણ છે કે ભારત 116 દેશના ગ્લોબલ હંગર ઇન્ડેક્સ (GHI) 2021માં 101માં સ્થાન પર ખસડી ગયુ છે. 2020માં ભારત 94માં સ્થાન પર હતુ.

(2:58 pm IST)