Gujarati News

Gujarati News

News of Monday, 8th November 2021

સેન્સેક્સનો ૪૭૮ અને નિફ્ટીનો ૧૫૨ પોઈન્ટનો મોટો કૂદકો

વૈશ્વક બજારોમાં નકારાત્મક વલણ હોવા છતાં બજારમાં ઊછાળો : ચાર ટકાના ઉછાળા સાથે ટાઇટન ટોપ ગેઇનર, અલ્ટ્રાટેક સિમેન્ટ, બજાજ ફિનસર્વ, ટેક મહિન્દ્રા, કોટક બેક્ન અને એચડીએફસીના શેરના ભાવ ઊંચકાયા

નવી દિલ્હી, તા.વૈશ્વિક બજારોમાં નકારાત્મક વલણ હોવા છતાં, મુખ્ય સૂચકાંકો એચડીએફસી, ઇન્ફોસિસ અને કોટક બેક્નમાં ઉછાળા બાદ સોમવારે શેરબજારનો સેન્સેક્સ ૪૭૮ પોઇન્ટના વધારા સાથે બંધ રહ્યો હતો. અસ્થિર સત્ર પછી, ૩૦-શેર ઇન્ડેક્સ ૪૭૭.૯૯ પોઇન્ટ અથવા .૮૦ ટકા વધીને ૬૦,૫૪૫.૬૧ પર બંધ થયો.

રીતે, નિફ્ટી ૧૫૧.૭૫ પોઈન્ટ અથવા .૮૫ ટકા વધીને ૧૮,૦૬૮.૫૫ પર બંધ થયો હતો. સેન્સેક્સમાં ટાઇટન ટોપ ગેઇનર હતો, જે ટકાથી વધુ ટ્રેડ કરી રહ્યો હતો, ત્યારબાદ અલ્ટ્રાટેક સિમેન્ટ, બજાજ ફિનસર્વ, ટેક મહિન્દ્રા, કોટક બેક્ન અને એચડીએફસીના શેરનો સમાવેશ થાય છે. બીજી તરફ, સેન્સેક્સમાં સૌથી વધુ નુકસાન ઇન્ડસઇન્ડ બેક્ન હતું, જેના શેરમાં લગભગ ૧૦ ટકાનો ઘટાડો થયો હતો.

બેક્ને સ્વીકાર્યું છે કે તેણે મે મહિનામાં ટેકનિકલ ખામીને કારણે ગ્રાહકોની સંમતિ વિના ૮૪,૦૦૦ લોન આપી હતી.એમ એન્ડ એમ, એસબીઆઈ, મારૂતિ, એશિયન પેઇન્ટ્સ અને ટીસીએસના શેરમાં પણ ઘટાડો થયો હતો. નરેન્દ્ર સોલંકી, હેડ ઓફ ઇક્વિટી રિસર્ચ (ફન્ડામેન્ટલ), આનંદ રાઠીએ જણાવ્યું હતું કે, ભારતીય બજારો લાંબી રજા પછી મિશ્ર વલણ સાથે ખુલ્યા હતા.

એશિયન બજારોમાં પણ મિશ્ર વલણ હતું. તેમણે કહ્યું કે બજારો શરૃઆતના નુકસાનમાંથી બહાર આવ્યા અને બપોરના વેપારમાં લાભમાં ફેરવાઈ ગયા. બીજી તરફ ટોક્યો અને સિઓલના બજારો ઘટ્યા હતા જ્યારે શાંઘાઈ પોઝીટીવમાં બંધ થયા હતા. મધ્ય-સત્ર દરમિયાન યુરોપમાં સ્ટોક એક્સચેન્જો ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા.

દરમિયાન, આંતરરાષ્ટ્રીય તેલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ .૧૫ ટકા વધીને ૮૩.૬૯ ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયું છે. સોમવારે ભારતીય રૃપિયો અમેરિકી ડોલર સામે ૪૩ પૈસા વધીને ૭૪.૦૩ ના સ્તર પર ખુલ્યો હતો. ઇન્ટરબેંક ફોરેન એક્સચેન્જ માર્કેટમાં યુએસ ડોલર સામે રૃપિયો ૭૪.૨૫ પર ખૂલ્યો હતો અને દિવસના કારોબાર દરમિયાન ૭૩.૯૮ની ઊંચી અને ૭૪.૨૫ની નીચી સપાટીને સ્પર્શ્યા બાદ અંતે ૭૪.૦૩ પ્રતિ ડોલરે બંધ થયો હતો.

(8:33 pm IST)