Gujarati News

Gujarati News

News of Monday, 8th November 2021

જમ્‍મુ-કાશ્‍મીર ઘાટીમાં આતંકીઓનો બેફામ આતંક : શ્રીનગરમાં સેલ્‍સમેન પર બેફામ ગોળીઓ છોડી કરી નિમર્મ હત્‍યા

સેલ્‍સમેનને હોસ્‍પીટલ ખસેડાયેલ પરંતુ ડોકટરે મૃત જાહેર કરેલ

જમ્‍મુ-કાશ્‍મીર : આતંકીઓની ગોળીના શિકાર બનેલા સેલ્સમેનની ઓળખ મોહમ્મદ ઈબ્રાઈમ તરીકે થઈ છે તેને ગંભીર સ્થિતિમાં હોસ્પિટલ ખસેડાયો હતો જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો.

મૃતક બાંદિપોરા વિસ્તારમાં કાશ્મીરી પંડિતની માલિકીની દુકાનમાં સેલ્સમેન તરીકે કામ કરતો હતો. 24 કલાકમાં આ બીજો ટાર્ગેટેડ હુમલો છે.

રવિવારે સાંજે શ્રીનગરના બટમાલૂમાં આતંકીઓએ પોલીસ કોન્સ્ટેબલની હત્યા કરી હતી

રવિવારે સાંજે શ્રીનગરના બટમાલુ વિસ્તારમાં આતંકવાદીઓ ત્રાટક્યા હતા અને પોલીસ કોન્સ્ટેબલ તૌસીફ અહેમદના ઘર નજીક તેમની પર ગોળીબાર કર્યો હતો. આતંકીઓના ગોળીબારમાં ગંભીર રીતે ઘાયલ થયા તૌસીફ અહેમદનું મોત થયુ હતું.

પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે બાટમાલૂ વિસ્તારમાં એસડી કોલોનીમાં રહેતા જમ્મુ કાશ્મીરના કોન્સ્ટેબલ તૌસીફ પર આતંકીઓએ ગોળીબાર કર્યો છે.

 

(11:22 pm IST)