Gujarati News

Gujarati News

News of Monday, 8th November 2021

મધ્યપ્રદેશના ભોપાલની હમીદિયા આગ : પીડિયાટ્રિક વિભાગમાં અનેક બાળકો ફસાયા : શિવરાજસિંહ ચૌહાણ સતત સંપર્કમાં

આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી : ફાયર બ્રિગેડ અને પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ છે : રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે : અનેક બાળકો ફસાયા હોવાની આશંકા વ્યકત કરવામાં આવી રહી છે : મંત્રી વિશ્વાસ સારંગ અને ડીઆઈજી ઇરશાદ વલી પણ પહોંચી ગયા છે : ડોક્ટરો ની ટિમ ખડેપગે.

મધ્ય પ્રદેશના ભોપાલની હમીદિયા હોસ્પિટલ કેમ્પસમાં સોમવાર રાત્રે આગ લાગી ગઈ. કમલા નેહરૂ બિલ્ડીંગના પીડિયાટ્રિક વિભાગમાં આગ લાગી છે. જોકે, આગ લાગવા પાછળનું કારણ જાણી શકાયું નથી. આગ લાગ્યાની સૂચના પછી ફાયર બ્રિગેડ અને પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ છે. રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે. અનેક બાળકોની ફસાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. મંત્રી વિશ્વાસ સારંગ અને ડીઆઈજી ઈરશાદ વલી પણ પહોંચી ગયા છે. ડોક્ટરોની ટીમને હોસ્પિટલ બોલાવી લેવામાં આવી છે.

મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે હોસ્પિટલના શિશુ રોગ વોર્ડના એક ભાગમાં આગ લાગવાની જાણકારી પ્રાપ્ત થઈ છે. તેમને તરત જ હોસ્પિટલ મેનેજમેન્ટને બાળકોની સુરક્ષા અને સારવારના નિર્દેશ આપ્યા છે. આ ઘટનાની વધારે માહિતીની રાહ જોવાઈ રહી છે.

(12:06 am IST)