Gujarati News

Gujarati News

News of Saturday, 9th January 2021

સરકારી ડિજિટલ કેલેન્ડર અને ડાયરી એપની શરૂઆત : સૂચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે કર્યું લોન્ચ

સરકારી કેલેન્ડર દીવાલો પર શોભા વધારતા હતા, હવે તે મોબાઈલ ફોનમાં જ ઉપલબ્ધ

નવી દિલ્હી : સૂચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે નવી દિલ્હીમાં સરકારી ડિજિટલ કેલેન્ડર અને ડાયરી એપની શરૂઆત કરી. આ અવસરે તેમને કહ્યું કે સરકારી કેલેન્ડર ક્યારેય દીવાલો પર શોભા વધારતા હતા, હવે તે મોબાઈલ ફોનમાં જ ઉપલબ્ધ હશે

મોબાઈલ ટેક્નોલોજીમાં દિવસે દિવસે આવી રહેલા પરિવર્તનને જોતા સરકારે ડિજિટલ કેલેન્ડર અને ડાયરી એપની શરૂઆત કરી છે. 70 કરોડ લોકો દેશમાં મોબાઈલ ફોનનો ઉપયોગ કરી રહ્યા છે અને તેમના મોબાઈલમાં કેલેન્ડર પણ ઉપલબ્ધ છે. હાલમાં આ કેલેન્ડર હિન્દી અને અંગ્રેજી ભાષામાં શરૂ કરવામાં આવ્યું છે પણ આ મહિનાની 11 તારીખથી તે અન્ય ભાષાઓમાં પણ ઉપલબ્ધ થશે.

(12:00 am IST)