Gujarati News

Gujarati News

News of Saturday, 9th January 2021

ગુજરાતમાં બર્ડફ્લૂની એન્ટ્રી :ભોપાલ મોકલાયેલો રિપોર્ટ પોઝિટિવ :માણાવદરમાં રાજ્યનો પ્રથમ કેસ: તંત્ર સતર્ક

માણાવદરમાં કેટલાંક પક્ષીઓના શંકાસ્પદ મોત બાદ રિપોર્ટ પોઝીટીવ આવ્યાના અહેવાલ

અમદાવાદ : કોરોના મહામારી વચ્ચે દેશભરમાં અનેક રાજ્યોમાં બર્ડ ફ્લૂના કેસ સતત સામે આવી રહ્યા છે, જેમાં હવે ગુજરાત પણ બાકાત નથી રહ્યું. થોડા સમય પહેલા માણાવદરમાં કેટલાંક પક્ષીઓના શંકાસ્પદ મોત થયા હતા. જેને લઈને તંત્રની ચિંતા વધી હતી અને તમામ મૃત પક્ષીઓના સેમ્પલ લઈને લેબોરેટરી ટેસ્ટ માટે ભોપાલ મોકલવામાં આવ્યા હતા. જેમના રિપોર્ટ્સ આજે પોઝિટિવ આવ્યા છે. માણાવદરમાં બાર્ડ ફ્લૂના પોઝિટિવ કેસને લઈને વહીવટી તંત્ર સતર્ક થઇ ગયું છે.

   રાજ્યભરમાં બર્ડફ્લૂની ચેતવણીને લઈને જૂનાગઢ પશુપાલક વિભાગ સક્રિય બન્યુ છે અને મરઘા ઉછેર કેન્દ્રના નમુના લેવાની કામગીરી શરૂ કરવામા આવી છે. જિલ્લામાં આવેલા તમામ મરઘા ઉછેર કેન્દ્ર તેમજ ડેમ વિસ્તાર અને નદી કાંઠે દેખાતા પક્ષીઓના નમૂના લઈને કામગીરી શરૂ કરવામાં આવી છે.

(12:00 am IST)