Gujarati News

Gujarati News

News of Saturday, 9th January 2021

નોકરીયાત વર્ગ માટે ખુશ ખબર : કેન્દ્ર સરકાર ચુકવશે તમારા હિસ્સાનો EPF

સરકારના આ નિર્ણયથી નોકરીયાત વર્ગના પગારમાં ૧૨ ટકાનો વધાર એટલે કે ફાયદો થશે : સાથે સાથે કોરોના કાળમાં નોકરી ગુમાવી બેઠેલા લોકો નોકરી જોઇન્ટ કરવા પર પણ આ લાભ મળશે

નવી દિલ્હી,તા. ૯: આત્મનિર્ભર ભારત રોજગાર યોજના હેઠળ કેન્દ્રમાં મોદી સરકારે પહેલી ઓકટોબર પછી કારકિર્દીની પ્રથમ નોકરી શરુ કરનારા માટે મહત્વનુ એલાન કર્યું છે. મોદી સરકારે તેમના EPFમાં ૧૨ ટકાનું યોગદાન આપવાનો નિર્ણય લીધો છે. સરકારના આ નિર્ણયથી નોકરીયાત વર્ગના પગારમાં ૧૨ ટકાનો વધારો એટલે કે ફાયદો થશે. સાથે સાથે કોરોના કાળમાં નોકરી ગુમાવી બેઠેલા લોકો નોકરી જોઇન્ટ કરવા પર પણ આ લાભ મળશે. કેન્દ્ર સરકારનો આ નિર્ણય પહેલી જાન્યુઆરીથી લાગૂ થશે.

શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા શરુ કરાયેલી આ યોજનાનો લાભ એ કર્મચારીઓને મલશે જેમણે ૧ ઓકટોબર ૨૦૨૦થી ૩૦ જૂન ૨૦૨૧ સુધી નોકરી પર રાખવામાં આવશે. તેમનો ફુલ EPFના ૨૪ ટકાનો ફાળો સરકાર આપશે. જે બે વર્ષ સુધી આપવામાં આવશે. એમ્પ્લોયર અને એમ્પ્લોઇ બંનેનો ફાળો એવી કંપનીઓને જ મળશે જયાં હજારથી વધુ કર્મચારીઓ કાર્યરત છે. જે કંપનીઓમાં હજારથી ઓછા કર્મચારીઓ છે તેઓને નવા કર્મચારીઓના હિસ્સાના ૧૨ ટકા EPFનો ફાળો કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવશે. આ રીતે કર્મચારીના હિસ્સાનો EPF કપાશે નહીં અને તેઓ વધારે પગાર મેળવી શકશે.

આ યોજનાનો લાભ એવા નોકરીયાતોને પણ મળશે જેમની નોકરી કોરોના મહામારી દરમિયાન ૧ માર્ચ ૨૦૨૦થી ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૦ વચ્ચે છૂટી ગઇ હતી અને ફરીથી ૧ ઓકટોબર ૨૦૨૦થી૩૦ ઓકટોબર, ૩૦ જૂન ૨૦૨૧ વચ્ચે નોકરી મેળવી લીધી હોય. આવા નોકરીયાતોના EPFનો ફાળો પણ સરકાર ચૂકવશે.

આ યોજનાનો લાભ એવી સંસ્થાઓને પણ અપાશે જેમને ત્યાં ૫૦ કર્મચારીઓ છે. આવી સંસ્થાઓમાં ઓછામાં ઓછા ૨ નવા કર્મચારીઓને નોકરી આપેલી હોવી જોઇએ અને જયાં ૫૦દ્મક વધુ કર્મચારીઓ નોકરી કરી રહ્યા છે ત્યાં EPFનો લાભ લેવા માટે ઓછામાં ઓછા પાંચ નવા કર્મચારીઓને નોકરી આપવી પડશે.

આ પહેલા પણ મોદી સરકારે નવી રોજગાર તકો ઉભી કરવા માટે સંસ્થાઓને પ્રોત્સાહિત કરવા ઓગસ્ટ ૨૦૧૬થી માર્ચ ૨૦૧૯ વચ્ચે વડાપ્રધાન રોજગાર પ્રોત્સાહન યોજના ચલાવી હતી, જે હેઠળ EPFમાં એમ્પ્લોઇના ભાગનો ૧૨ ટકાનો હિસ્સો કેન્દ્ર સરકાર દ્વારા જમા કરવામાં આવતો. આ યોજનાથી ૩ વર્ષમાં આશરે ૧.૨૧ કરોડ કર્મચારીઓને ફાયદો થયો હતો.

(10:20 am IST)