Gujarati News

Gujarati News

News of Saturday, 9th January 2021

બીસીસીઆઇની માગણી ખોટી નથી, ખેલાડીને એકબીજા સાથે મળવાની છુટ મળવી જ જોઇએ

પોતાના ખેલાડીઓને સુરક્ષીત રાખવા દરેક બોર્ડને અધિકાર : ગાવસ્કર

સિડનીઃ સુનીલ ગાવસકરે ચોથી ટેસ્ટ મેચ માટેના બ્રિસ્લેનમાંના કપરા કવૉરન્ટીન નિયમમાંથી ટીમ ઇન્ડિયાને છૂટ આપવા વિશે કેકેટ ઓસ્ટ્રેલિયાને ચોખવટ આપતાં કહ્યું છે કે જે પ્રમાણે કવીન્સલેન્ડ સરકાર પોતાના લોકોને  સુરક્ષિત રાખવા માગે છે એ પ્રમાણે ભારતીય ક્રિકેટ બોર્ડે પણ પોતાના ખેલાડીઓને સુરક્ષિત રાખવા માગે છે અને એ તેમનો અધિકાર છે.

 સુનીલ ગાવસકરે કહ્યું કે કવીન્સલેન્ડ સરકાર પોતાના લોકોને સુરક્ષિત રાખવા સંપૂર્ણ રાતે અધિકૃત છે અને એ જ રીતે  મારું માનવું છે કે ભારતીય ક્રિકેટ બોર્ડ  પણ પોતાના ખેલાડીઓને અને આખી ટીમને  સુરક્ષિત રાખવા સંપુર્ણપણે અધિકૃત છે  અને મારા ખ્યાલથી આપણે આ વાતને કયારેય ભૂલવી ન જોઈએ. સિડનીમાં   લોકો મેદાનમાં આવે છે અને પછી પાછા જઈને રેસ્ટોરાંમાં ડિનર કરે છે અથવા તો પબમાં ર૦-૩૦ લોકો ભેગા થઈ રહ્યા છે. જો ભારતીય ખેલાડી મેદાન પર ૧૦ કલાક સાથે સમય પસાર કરે તો તેમને કમસે કમ હોટેલમાં એકબીજા સાથે મળવાની અનુમતિ મળવી જ  જોઈએ અને એ માટે ક્રિકેટ બોર્ડ કરેલા માગણી કાંઈ ખોટી નથી. તેઓ માત્ર એટલું જ કહી રહ્યા છે કે ખેલાડીઓને એકમેક સાથે મળવાની અનુમતિ આપવી જોઈએ.

(2:43 pm IST)