Gujarati News

Gujarati News

News of Saturday, 9th January 2021

રાજસ્થાનમાં હવે ભાજપમાં ધમસાણ : પ્રદેશ અધ્યક્ષે કહ્યું-વસુંધરા રાજે સમર્થકોએ પોતાની ટીમ બનાવી

વરિષ્ઠ નેતાઓની દિલ્હી મુલાકાત બાદ વસુંધરા સમર્થકોમાં રોષ : યાદીઓ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ

રાજસ્થાન ભાજપમાં ઘમાસાણ ચાલી રહ્યું છે. હવે પાર્ટીની અંદર જ ભાગલા પડ્યા હોવાના રિપોર્ટ સામે આવી રહ્યાં છે. રાજ્યમાં ભાજપાના અધ્યક્ષ સતીષ પૂનિયાએ બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત કરી. તે પછી રાજ્ય કારોબારી અને જિલ્લા કારોબારીની યાદીઓ સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગી. આ અંગે સતીશ પૂનિયાએ જણાવ્યું કે, પાર્ટીમાં એવી કોઈ જ પરંપરા રહી નથી કે સમર્થક પોતાની ટીમ જાહેર કરી દે. તેમને કહ્યું, વસુંધરા સમર્થકોએ પોતાની ટીમ બનાવી લીધી છે. આ અંગે કેન્દ્રીય નેતૃત્વને જાણકારી છે. અમને જેવો આદેશ મળશે, તેવું જ કરવામાં આવશે.

સતીશ પૂનિયાએ કહ્યું, “વસૂંધરા સમર્થકો તરફથી જાહેર કરેલી યાદીમાં સંગઠનનો લોકો નથી. તેમાં તે લોકો છે, જેમને કોઈ ઓળખતું નથી. જોકે, કેટલાક પૂર્વ ધારાસભ્યો પણ આ લિસ્ટમાં સામેલ છે. ” તેમને કહ્યું કે, આ યાદીઓથી સંગઠનમાં કોઈ જ ફરક પડતો નથી. જ્યારે વસુંધરા સમર્થક રાજસ્થાન મંચનો દાવો છે કે, આ સૂચિઓ જાહેર કરવાથી બીજેપીને જ ફાયદો થવા જઈ રહ્યો છે. રાજસ્થાનના પ્રદેશ અધ્યક્ષે કહ્યું કે, આ દ્વારા તેઓ વસુંધરા સરકારના કામકાજને જનતા સુધી પહોંચાડી રહ્યાં છે.

રાજસ્થાનના રાજકારણમાં હલચલનો અંદાજો ત્યારે જ લાગી ગયો હતો, જ્યારે વસુંધરા રાજેને છોડીને વરિષ્ઠ નેતાઓને દિલ્હી બોલાવવામાં આવ્યા. સતીષ પૂનિયા સાથે ગુલાબ ચંદ કટારિયા પણ જેપી નડ્ડાને મળવા પહોંચ્યા હતા. જેથી માનવામાં આવી રહ્યું છે કે, કેન્દ્રીય નેતૃત્વના આ નિર્ણયથી વસુંધરા સમર્થકોમાં પણ રોષ છે. તેથી મુલાકાત પછી તરત જ યાદીઓ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ

(9:21 pm IST)