Gujarati News

Gujarati News

News of Saturday, 9th January 2021

ક્વિન એલિઝાબેથ અને પ્રિન્સ ફિલિપને કોરોના વાયરસની વેક્સિન અપાઈ : બકિંગહામ પેલેસ

ક્વિન તે ઈચ્છતા હતા કે તેમને કોરોનાની વેક્સિન લગાવવાઈ છે, તે બધાને ખબર પડે જેથી અટકળો પર વિરામ લગાવી શકાય

લંડન : બ્રિટનમાં બકિંગહામ પેલેસ મુજબ ક્વિન એલિઝાબેથ અને પ્રિન્સ ફિલિપને કોરોના વાયરસની વેક્સિન અપાઈ છે.બકિંગહામ પેલેસ અનુસાર, ક્વિન તે ઈચ્છતા હતા કે, તેમને કોરોનાની વેક્સિન લગાવવામાં આવી છે, તે બધાને ખબર પડે જેથી અટકળો પર વિરામ લગાવી શકાય.

ક્વિન એલિઝાબેથ 94 વર્ષની છે, જ્યારે પ્રિન્સ ફિલિપ 99 વર્ષના થઈ ચૂક્યા છે. બ્રિટનમાં લગભગ 15 લાખ લોકોને અત્યાર સુધી કોરોના વેક્સિનનો એક ડોઝ આપી દેવામાં આવ્યો છે.

ભારતમાં 16 જાન્યુઆરીથી કોરોનાની રસીકરણનું કાર્યક્રમ શરૂ થવાનું છે. જેમાં ઓક્સફોર્ડ યૂનિવર્સિટી અને બ્રિટિશ કંપની એસ્ટ્રાજેનેકા અને સીરમ ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડિયામાં બનાવવામાં આવેલી રસી કોવિશીલ્ડનો ઉપયોગ કરવામાં આવશે

(11:19 pm IST)