Gujarati News

Gujarati News

News of Tuesday, 9th February 2021

અમેરિકાની લિન્કલોન યુનિવર્સીટી ક્લેરમોન્ટમાં ' માસ્ટર ઈન પબ્લિક એડમિનિસ્ટ્રેશન ' અભ્યાસક્રમ શરૂ કરાયો : લોન્ચિંગ પ્રસંગે ઇરવિન મેયર સુશ્રી ફરાહ એન.ખાન સહિતના અગ્રણીઓએ હાજરી આપી

ક્લેરમોન્ટ : અમેરિકાની લિન્કલોન યુનિવર્સીટી ક્લેરમોન્ટમાં 21 જાન્યુઆરીના રોજ ' માસ્ટર ઈન પબ્લિક એડમિનિસ્ટ્રેશન ' અભ્યાસક્રમ  શરૂ કરાયો છે. જેના લોન્ચિંગ પ્રસંગે ઇરવિન મેયર સુશ્રી ફરાહ એન.ખાન ,કાઉન્સિલ મેમ્બર સુશ્રી પ્રિયા ભટ્ટ પટેલ સહિતના અગ્રણીઓએ હાજરી આપી હતી.

આ પ્રોગ્રામ શરૂ કરવાનો હેતુ નવી પેઢીને પબ્લિક સર્વન્ટ ક્ષેત્રે નેતૃત્વ અપાવવાનો છે.જે આજના સમયની જરૂરિયાત છે.ઉપરાંત મ્યુનિસિપલ તથા સરકારી પ્રશ્નો હલ કરવા માટે તેમજ સામાજિક પરિવર્તન માટે ,હાઉસિંગ માટે જમીનનો ઉપયોગ તથા ઇન્ફાસ્ટ્રકચર વિવિધતા ,તથા સમાનતાનો હેતુ છે.

લિન્કલોન ઇન્સ્ટિટ્યૂટ ઓફ લેન્ડ પોલિસી સાથેના સંયુક્ત ઉપક્રમે લોન્ચીંગ કરાયેલા અભ્યાસક્રમમાં  જમીનને લગતા પ્રશ્નો ,સંશોધનો ,તથા એન્વાયર્મેન્ટનું શિક્ષણ અપાશે.

આ પ્રોગ્રામ ફુલટાઇમ 13 માસનો છે.તથા ઓનલાઇન છે.તેવું ઈ.વે.દ્વારા જાણવા મળે છે.

(6:46 pm IST)