Gujarati News

Gujarati News

News of Tuesday, 9th February 2021

એક જ દિવસમાં શેરબજારમાં રોકાણકારોની સંપત્તિમાં ૨.૪૯ લાખ કરોડનો જંગી વધારો

મુંબઇ તા. ૯ : પ્રોત્‍સાહક બજેટની બીજી તરફ હાલ ચાલી રહેલી પરિણામોની સિઝનમાં આગેવાન કંપનીઓના અપેક્ષાથી સારા પરિણામો પાછળ વિદશી રોકાણકારોની ઓલરાઉન્‍ડ લેવાલી પાછળ ગઇકાલે બીએસઇ સેન્‍સેક્‍સ ઉછળીને ૫૧૩૪૮ અને એનએસઇ નિફ્‌ટી ૧૫૧૧૫દ્ગક વિક્રમી ટોચે પહોંચ્‍યા હતા. પ્રોત્‍સાહક બજેટના પગલે શેર બજારમાં ઉદભવેલી વિક્રમી તેજીની ચાલ આજે આગળ વધી હતી. બજેટ બાદ રિઝર્વ બેંકની ધિરાણનીતિમાં લેવાયેલા સાનુકૂળ નિર્ણયોની પણ બજાર પર સાનુકૂળ અસર થઇ હતી. આ ઉપરાંત હાલ ચાલી રહેલ ડિસેમ્‍બર ત્રિમાસિકના કોર્પોરેટ પરિણામોની સીઝનમાં અપેક્ષાથી સારા પરિણામો જાહેર થતા બજારની તેજીની ચાલને વેગ સાંપડયો હતો.

આ અહેવાલો પાછળ મુંબઇ શેરબજાર ખાતે કામકાજનો પ્રારંભ ઊછાળા સાથે થયા બાદ વિદેશી રોકાણકારોની આગેવાની હેઠળ નીકળેલી નવી લેવાલીએ અફડાતફડી વચ્‍ચે સેન્‍સેક્‍સ ઇન્‍ટ્રાડે વધીને ૫૧૫૨૩દ્ગક નવી ઓલટાઇમ હાઇ રહી કામકાજના અંતે ૬૧૭.૧૪ પોઇન્‍ટ ઉછળીને ૫૧૩૪૮.૭૭દ્ગક નવી વિક્રમી સપાટીએ બંધ રહ્યો હતો.

એનએસઇ ખાતે પણ ચોમેરની નવી લેવાલી પાછળ નિફ્‌ટી ઇન્‍ટ્રાડે વધીને ૧૫૧૫૯દ્ગટ ઇતિહાસ રચાયા બાદ કામકાજના અંતે ૧૯૧.૫૫ પોઇન્‍ટ ઉછળીને ૧૫૧૧૫.૮૦દ્ગક નવી ઊંચી સપાટીએ બંધ રહ્યો હતો. સેન્‍સેક્‍સમાં નોંધાયેલ ઊછાળાના પગલે આજે રોકાણકારોની સંપતિમાં (બીએસઇ માર્કેટ કેપ) રૂ. ૨.૪૯ લાખ કરોડનો વધારો થતા અંતે રૂ. ૨૦૨.૮૨ લાખ કરોડની ટોચે પહોંચ્‍યું હતું. વિદેશી રોકાણકારોએ આજે રૂ. ૧૮૭૬ કરોડની ખરીદી કરી હતી.

(10:47 am IST)